શરૂઆત
નાગા ટેકરીઓ વર્ષ 1826માં આસામના સંયોજન બાદ 1881માં બ્રિટિશ આધિપત્ય ધરાવતા ભારતનો હિસ્સો બની હતી. વર્ષ 1918માં નાગા ક્લબ રચાઈ અને નાગા નેશનલ કાઉન્સિલ (એનએનસી) નામે રાજકીય એકમ બન્યું.
14મી ઑગસ્ટ, 1947ના રોજ એનએનસીએ અંગામી ઝાપુ ફિઝો (નાગા સમુદાયના પિતા તરીકે ઓળખાતા)ની આગેવાની હેઠળ નાગાલેન્ડને સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું.
રાજ્યમાં "સાર્વભૌમ નાગાલેન્ડ" ને સમર્થન આપતા કથિત લોકમત બાદ, ફિઝોએ 1952 માં નાગા ફેડરલ ગવર્નમેન્ટ (એનએફજી) અને નાગા ફેડરલ આર્મી (એનએફએ) ની રચના કરી, જેનાથી સરકાર સાથે તણખા ઝર્યા.
નાગા સમુદાયનું સરકાર સાથેનું ઘર્ષણ હિંસક બન્યું અને 1958માં આર્મ્ડ ફોર્સીઝ સ્પેશિયર પાવર્સ એક્ટ (એએફએસપીએ) લાગુ કરાયો. 1975માં એનએનસીએ શિલોંગ પીસ એકોર્ડ ઉપર હસ્તાક્ષર કર્યા અને કામચલાઉ ધોરણે હિંસા બંધ કરી, પરંતુ છૂટા પડેલા જૂથે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસીએન)ની રચના કરી, જેણે શિલોંગ એકોર્ડની માન્યતા નકારી અને વિરોધ ચાલુ રાખ્યો.
એનએસસીએન (આઈએમ)ની માંગણી : નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ઈઝાક-મ્યુઇવાહ)
“ગ્રેટર નાગાલિમ”માં નાગાલેન્ડ સહિત “નાગા સમુદાયની વસ્તી ધરાવતા તમામ સુસંગત વિસ્તારો” સામેલ કરવા. તેમાં આસામ, અરુણાચલ પ્રદેશ તેમજ મણીપુરના કેટલાક જિલ્લાઓ ઉપરાંત મ્યાનમારનો મોટો હિસ્સો પણ સામેલ છે. “ગ્રેટર નાગાલિમ”નો નકશો આશરે 1,20,000 ચોરસ કિલોમીટર વિસ્તાર દર્શાવે છે, જ્યારે નાગાલેન્ડ રાજ્ય 16,527 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે.
નાગાલેન્ડ વિધાનસભાએ “ગ્રેટર નાગાલિમ” - નાગા વસ્તી ધરાવતા તમામ વિસ્તારોને એક જ વહીવટી છત્ર હેઠળ લાવવાની માગણીને ડિસેમ્બર, 1964, ઑગસ્ટ, 1970, સપ્ટેમ્બર, 1994, ડિસેમ્બર, 2003 અને 27 જુલાઈ, 2015 - એમ પાંચ વાર સમર્થન આપ્યું છે.
ભારત સરકાર વિરુદ્ધ નાગા સમુદાયે પોકારેલા બંડની તવારિખ
વર્ષ 1881માં નાગા ટેકરીઓ બ્રિટિશ ઈન્ડિયાનો હિસ્સો બની હતી. બ્રિટિશ શાસન અગાઉ નાગા સમુદાય સ્વતંત્ર હતો અને 1881થી તે અર્ધ સ્વાતંત્ર્ય ભોગવવા લાગ્યો.
1918 - છૂટા છવાયા નાગા આદિવાસીઓને ભેગા કરવાના પ્રયાસો કરીને 1918માં નાગા ક્લબની સ્થાપના કરાઈ.
1929 - નાગા ક્લબે 1929માં સાયમન કમિશનને જણાવ્યું કે “પ્રાચીન સમયની માફક અમારા નિર્ણયો માટે અમને એકલા છોડી દો”
01.04.1937 - નાગા વિસ્તારોને ભારત સરકારના કાયદા (1935) હેઠળ કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા અને તેનો વહીવટ સીધો બ્રિટિશ રાજ હેઠળ મુકાયો.
1946 - એ.ઝેડ ફિઝોના નેતૃત્ત્વ હેટળ 1946માં નાગા નેશનલ કાઉન્સિલ (એનએનસી)ની સ્થાપના બાદ સ્વતંત્ર નાગા પ્રદેશ માટેની લડતે વેગ પકડ્યો.
29.06.1947 - આસામના તત્કાલીન ગવર્નર સર અકબર હૈદરીએ નાગા મધ્યસ્થીઓ - ટી સાખ્રિયે અને અલિબા ઈમ્તિ સાથે નવ મુદ્દે સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા.
02.08.1947 - સાર્વભૌમ નાગા રાજ્યની સ્થાપનાનો ઠરાવ. અંગામિ ઝાપુ ફિઝોના નેતૃત્ત્વ હેઠળ નાગા નેશનલ કાઉન્સિલે બળવો કર્યો અને તે પછી એનએનસીએ સાર્વભૌમ નાગા રાજ્ય સ્થાપવાનો સંકલ્પ કર્યો.
14.08.1947 - નાગા નેશનલ કાઉન્સિલ (નાગા ક્લબ)એ નાગા સ્વતંત્રતા દિવસ જાહેર કર્યો.
01.05.1951 - એનએનસીએ દાવો કર્યો કે નાગા સમુદાયના 99 ટકા લોકો સ્વતંત્રતાને ટેકો આપે છે. એનએનસીએ 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને હિંસક અલગતાવાદી ચળવળ શરૂ કરી.
22.03.1956 - ફિઝોએ ગુપ્ત નાગા ફેડરલ ગવર્નમેન્ટ (એનએફજી) અને નાગા ફેડરલ આર્મી (એનએફએ) રચી.
01.04.1946 - ફિઝો છટકી ગયો ઃ ભારત સરકારે આસામના નાગા હિલ્સ ડિસ્ટ્રિક્ટમાં બળવાને કચડી નાખવા લશ્કર મોકલ્યું; ફિઝો ડિસેમ્બરમાં ભાગીને તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં છુપાયો અને તે પછી જૂન, 1960માં ત્યાંથી લંડન ભાગી છૂટ્યો.
01.01.1958 - નાગા હિલ્સ ડિસ્ટ્રિક્ટમાં એએફએસપીએ - આર્મ્ડ ફોર્સીઝ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ અમલી બન્યો.
03.07.1960 - નાગા સમુદાયના પ્રતિનિધિ મંડળ સાથે ભારત સરકારે 16 મુદ્દાની સમજૂતિ કરી.
1.12.1963 - નાગાલેન્ડને રાજ્યને દરજ્જો મળ્યો.
01.01.1964 - જય પ્રકાશ નારાયણ, બી.પી. ચાલિહા અને રેવ. માઈકલ સ્કોટ શાંતિ અભિયાન હેઠળ નાગાલેન્ડ ગયા અને વિદ્રોહીઓ સાથે કામકાજ આટોપી લેવાની સમજૂતિ કરી.
11.11.1975 - કેન્દ્ર સરકાર અને એનએનસી વચ્ચે શિલોંગ એકોર્ડ ઉપર હસ્તાક્ષર થયા.
31.01.1980 - મ્યાનમારનાં જંગલોમાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓપ નાગાલેન્ડ (એનએસસીએન)ની રચના થઈ. સ્વુ ચેરમેન પદે નિયુક્ત થયા, મ્યાનમારના હેમિ નાગા સમુદાયના એસએસ ખપલાંગ વાઈસ પ્રેસિડેન્ટ બન્યા તેમજ મણીપુરના ઉખરુલ જિલ્લાના તાન્ગખુલ નાગા સમુદાયના થુઇન્ગાલેન્ગ મ્યુઇવાહ જનરલ સેક્રેટરી બન્યા.
01.01.1988 - એનએસસીએનમાં ફૂટ પડી, ખોલે કોન્યાક અને ખાપલાંગે અલગ એનએસસીએન (કે)ની સ્થાપના કરી.
1991 - લંડનમાં ફિઝોનું મૃત્યુ થયું. અંગામિ ઝાપુ ફિઝો નાગા સમુદાયના પિતા તરીકે ઓળખાય છે.
25.08.1997 - ભારતે ત્રણ મહિના યુદ્ધવિરામ જાહેર કર્યો
15.06.1995 - પી.વી. નરસિંહ રાવ પેરિસમાં મ્યુઇવાહ અને ઈઝાકને મળ્યા.
03.02.1997 - દેવે ગોવડા ઝુરિચમાં એનએસસીએન (આઈએમ)ના નેતાઓને મળ્યા
01.08.1997 - નાગાલેન્ડમાં એનએસસીએન-આઈએમ સાથે યુદ્ધવિરામ અમલી બન્યો; ઉત્તરપૂર્વના બાકીના વિસ્તારોમાં પણ યુદ્ધવિરામના પ્રયાસો હિંસામાં પરિણમ્યા
30.09.1998 - અટલ બિહારી વાજપેયી અને બ્રજેશ મિશ્રા પેરિસમાં એનએસસીએન (આઈએમ)ના નેતાઓને મળ્યા
27.04.2001 - એનએસસીએન-કેએ યુદ્ધ અટકાવી દીધું અને યુદ્ધવિરામ શરૂ થયો
09.01.2003 - મ્યુઇવાહ અને ઈઝાકે દિલ્લીમાં વાજપેયી અને અડવાણી સાથે વાતચીત હાથ ધરી
07.12.2004 - એનએસસીએન (આઈએમ)ના નેતાઓ મનમોહન સિંઘને મળ્યા
31.07.2007 - અનિશ્ચિત યુદ્ધવિરામ - એનએસસીએન (આઈએમ) અને ભારત સરકાર વચ્ચે અચોક્કસ મુદતનો યુદ્ધવિરામ શરૂ થયો
27.03.2015 - એનએસસીએન-કેએ યુદ્ધવિરામનો ભંગ કર્યો, ફરી અથડામણ શરૂ થઈ
03.08.2015 - કેન્દ્ર સરકારે એનએસસીએન (આઈ-એમ) સાથે રૂપરેખા સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતિને પગલે સંગઠનની ત્રાસવાદી સંસ્થા તરીકેની ઓળખ દૂર કરીને શાંતિની વાતચીત માટેનો રસ્તો ખૂલ્યો.
2017 - નાગા નેશનલ પોલિટિકલ ગ્રુપ્સ (એનએનપીજી)ના બેનર હેઠળનાં અન્ય છ નાગા સશસ્ત્ર દળો વાતચીતમાં જોડાયા.
31મી ઑક્ટોબર, 2019ના રોજ નાગા જૂથો સાથેની અંતિમ તારીખ સરકારે જાહેર કરી હતી, જે વીતી જવા છતાં વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું.
સ્ત્રોત - માધ્યમોના અહેવાલો