નવી દિલ્હીઃ જૂન મહિનો આવતા જ દેશમાં વરસાદ શરૂ થઈ જતો હોય છે. પરંતુ 15 વર્ષ પહેલા 26 જુલાઈના દિવસે વરસાદ નહીં પરંતુ આફત આવી હતી.
2005માં દેશની આર્થીક રાજધાની મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો વરસાદના આ તોફાની સ્વરૂપનો શિકાર થયા હતા. જે લોકોએ કુદરતના કહેરનો સામનો કરવાનો પ્રયાસ કર્યો તેને કુદરતે સ્વર્ગમા પહોંચાડ્યા હતા. લોકો ઘણા દિવસો સુધી પોતાના ઘર, ઓફીસ, ફેક્ટ્રીઓ, રેલવે સ્ટેશનમાં ફસાંયેલા રહ્યા. સ્કુલ કોલેજ બંધ કરવા પડ્યા હતા અને રાજ્યને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના આંકડાઓ અનુસાર તે દિવસે મહારાષ્ટ્રમાં કુલ 944 કિ.મી (37.17 ઈંચ) વરસાદ થયો હતો. આ ભારે વરસાદના કારણે એક હજારથી વધુ લોકોના મોત થયા હતા.
દેશ દુનિયાના ઈતિહાસમાં 26 જુલાઈની તારીખ પર અનેક મહત્વપૂર્ણ ઘટનાઓએ ઈતિહાસો રચ્યા છેઃ
- 1844 : ભારતના પ્રખર શિક્ષણવિદ ગુરૂદાસ બેનર્જીનો જન્મ
- 1876: કોલકાતામાં ઈન્ડિયન એસોસિએશનની સ્થાપના
- 1945:વિસ્ટન ચર્ચીલ બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યુ
- 1951: નેધરલેન્ડે જર્મની સાથે યુદ્ધ પૂર્ણ કર્યું
- 1953: કોમ્યુનિસ્ટ ક્રાંતિકારી ફિદેલ કાસ્ત્રોના નેતૃત્વમાં ક્યૂબાની ક્રાંતિની શરૂઆત
- 1956: મિસ્ત્રએ સ્વેજ નહેર ઉપર કબજો કર્યો
- 1965: માલદિવ્સ બ્રિટનના કબજામાંથી સ્વતંત્ર થયુ
- 1974: ફ્રાંસે મુરૂઓરા દ્વીપ પર પરમાણુ પરીક્ષણ કર્યું
- 1997: શ્રીલંકાએ ક્રિકેટ એશિયા કપ જીતો
- 1998: મહાન મહિલા એથલીટ જૈકી જાયનર કર્સીએ એથલેટિક્સમાંથી સન્યાસ લીધો
- 2002: ઇન્ડોનેશિયાની અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ સુહાતના પુત્રને 15 વર્ષની સજા સંભળાવી
- 2005: મુંબઈમાં અતિભારે વરસાદ, એક હજારથી વધુ લોકોના મોત
- 2005: નાસા શટલ ડિસ્કવરી શરૂ કરી
- 2007: પાકિસ્તાને પરમાણુ શક્તિ સમ્પન્ન ક્રુઝ મિસાઈલ બાબર હત્ફ-7નું સફળ પરીક્ષણ કર્યું
- 2008: યૂરોપીય વૈજ્ઞાનિકોએ સૂર્ય સિસ્ટમની બહાર વધુ એક નવા ગ્રહની ખોજ કરી
- 2008: ગુજરાતના અહમદાવાદ શહેરમાં 21 ધડાકાઓ, 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ
- 2012: સીરિયામાં હિંસક ઘટનાઓમાં એક દિવસમાં લગભગ 200 લોકોના મોત
- 2013: પાકિસ્તાનના પરાચિનારમાં બોમ વિસ્ફોટ, 57ના મોત