ETV Bharat / bharat

હિન્દુસ્તાન શબ્દથી વાંધો નથી, તો હિન્દુ શબ્દથી કેમ બળતરા?: સ્વામી

વાપીમાં યુથ ઈન એક્શન સંસ્થા દ્વારા "મેરા ઓર મેરા ભારત" શીર્ષક હેઠળ ભારતના પાર્લામેન્ટ અને રાજ્યસભાના સભ્ય ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનું પ્રવચન આપ્યું હતું. જેમાં સ્વામીએ કહ્યું કે, હિન્દુસ્તાન શબ્દથી કોઈને વાંધો નથી, તો હિન્દુ શબ્દથી કેમ બળતરા થાય છે?.

Hinduism is not a system of worship Hindu is a culture: Dr. Subramanian Swamy
હિન્દૂ ઉપાસના પદ્ધતિ નથી હિન્દૂ એક સંસ્કૃતિ છે :ડૉ સુબ્રમણ્યમ સ્વામી
author img

By

Published : Mar 1, 2020, 1:48 PM IST

વલસાડઃ યુથ ઈન એક્શનના નેશનલ કન્વિનર શતરૂદ્ર પ્રતાપ દ્વારા હિન્દુ જનજાગૃતિ માટે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમનું આયોજન કરે છે. મેં ઓર મેરા ભારત શીર્ષક હેઠળ આયોજિત આ વિચારગોષ્ઠિમાં રવિવારે વાપીના VIA હોલ ખાતે ભારતના જાણીતા સ્પીકર, રાજનેતા અને પાર્લમેન્ટ, રાજ્યસભાના મેમ્બર ડૉ. સુબ્રમણ્યમ્ સ્વામીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું.

પોતાના પ્રવચનમાં સ્વામીએ જણાવ્યું હતું કે, ચીન ભારતને હિન્દુ રાષ્ટ્ર કહે છે, ત્યારે કોઈને કોઈ વાંધો નથી, પરંતુ હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુ રાષ્ટ્ર કહે તો અનેકને તકલીફ ઊભી થઈ જાય છે. ભારતે પારસીઓને શરણ આપી અને તેમનો ધર્મ બચાવ્યો છે. એ જ પારસીઓએ અહીં અનેક ક્ષેત્રેમાં પ્રગતિ કરી છે, જમીનો ખરીદી છે અને વર્ષોથી દેશમાં વસવાટ કરી રહ્યાં છે. આ જ ભારતે યહૂદીઓને પણ શરણ આપેલી છે. વર્ષોથી આ દેશમાં દરેક ધર્મના લોકો રહે છે.

હિન્દૂ ઉપાસના પદ્ધતિ નથી હિન્દૂ એક સંસ્કૃતિ છે :ડૉ સુબ્રમણ્યમ સ્વામી

સ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુ શબ્દએ સિંધુ નદી પરથી આરબોએ નથી આપ્યો, પરંતુ આ શબ્દ હિમાલય અને ઈન્દુ સાગર પરથી આવ્યો છે. હિન્દુ એ કોઈ ઉપાસના પદ્ધતિ નથી, પરંતુ એક સંસ્કૃતિ છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ ઉપરાંત દેશની હાલની સરકાર અને દેશમાં વિવિધ કાયદાને લઈને થઈ રહેલા વિવાદો પર પણ ટિપ્પણી કરી આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

મે ઓર મેરા ભારત શીર્ષક હેઠળના કાર્યક્રમમાં યુથ ઈન એક્શન સંસ્થાના કન્વિનર શતરૂદ્ર પ્રતાપે પણ પોતાનું તેજાબી ભાષણ આપ્યું હતું. આ દેશમાં અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિએ ભારતના સાચા ઈતિહાસથી ભારતીયોને અળગા રાખ્યા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાપી, દમણ, સેલવાસના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.