યુપીની આ સીટ ફિરોઝ ગાંધીથી લઈ સોનિયા ગાંધી સુધી આ સીટ પર હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ સીટ માત્ર યુપીની જ નહીં પણ દેશની પણ હાઈ પ્રોફાઈલ સીટમાં સામેલ છે. અહીં આ સીટ પર પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીએ જીત મેળવી હતી.
આ દેશની એક માત્ર એવી સીટ છે જ્યાં કોંગ્રેસે એક હથ્થું શાસન કર્યું છે. ફક્ત ત્રણ વખતે જ આ સીટ પર કોંગ્રેસ જીત્યું નથી પણ અગત્યું એ છે કે આ ત્રણેય વખતે કોંગ્રેસમાંથી ગાંધી પરિવારમાંથી આ સીટ પર લડ્યું નહોતું. હાલમાં આ સીટ પર યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે તથા તેઓ આ જ સીટ પરથી સાંસદ પણ છે.
2019માં જોઈએ તો કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી જ આ સીટ પરથી ઉમેદવાર છે. આ સીટ પર મહાગઠબંધને કોઈ ઉમેદવાર સામે ઉતાર્યા નથી. જ્યારે ભાજપમાંથી આ સીટ પર પૂર્વીય કોંગ્રેસના નેતા અને હાલમાં ભાજપના દિનેશ પ્રતાપ સિંહને ઉતાર્યા છે.
રાયબરેલી સીટ પર અત્યાર સુધીમાં જોઈએ તો કુલ 16 વાર લોકસભા ચૂંટણી થઈ છે જેમાં બે વાર પેટા ચૂંટણી પણ કરવી પડી હતી. જેમાં 15 વખત કોંગ્રેસ જીતી છે તો એક ભારતીય લોકદળ તથા બે વાર ભાજપે આ સીટ જીતી છે.
2004થી સોનિયા ગાંધીએ સીટ પર જીત બનાવી રાય બરેલીને પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારથી લઈ અત્યાર સુધી તેઓ આ સીટ પર સાંસદ બનતા આવ્યા છે. 2014માં મોદી લહેર હોવા છતાં પણ આ સીટ પર સોનિયા ગાંધીએ જીત મેળવી હતી. સપા કે બસપા સીટ પર ખાતું પણ ખોલી શક્યા નથી.
2014નું પરિણામ
2014માં કોંગ્રેસના સોનિયા ગાંધીએ આ સીટ પર ભાજપના અજય અગ્રવાલને 3 લાખ 52 હજાર 713 મતથી હરાવ્યા હતાં.
કોંગ્રેસના સોનિયા ગાંધીને 526434 મત મળ્યા હતાં.
ભાજપના અજય અગ્રવાલને 173721 મત મળ્યા હતાં.