ઉત્તર પ્રદેશ લોકસભા બેઠકમાં અમેઠીને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. BJP એ સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અમેઠીથી 3 વખત સાંસદ રહી ચૂક્યા છે.
સ્મૃતિ ઇરાની અને BJP અમેઠી પર પકડ જમાવવા માંગે છે. જો કે, 2014 માં પીએમ મોદીની લહેર છતાં કોંગ્રેસે અહીંથી જીત મેળવી હતી. ભાજપના સમર્થનથી સ્મૃતિ ઇરાની કોંગ્રેસને હરાવવા ઈચ્છે છે. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ હજાર કરોડ અમેઠીની જનતાને આપવાની વાત પણ કહી હતી.
વર્ષ 2014 માં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને પરાજીત કર્યા હતાં. આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા. 2014 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,74 મત મળ્યા હતા. 2009માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 3,50,000 કરતા વધારે મતથી જીત્યા હતાં.
અમેઠી સંસદીય બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર અત્યાર સુધી 16 લોકસભા ચૂંટણી અને 2 પેટા ચૂંટણી થઈ છે. જેમાં કોંગ્રેસે 16 વખત જીત હાંસલ કરી છે. તો વર્ષ 1977 માં લોકદળ અને વર્ષ 1998 માં BJP એ જીત મેળવી હતી. જ્યારે બસપા અને સપા અત્યાર સુઘી આ સીટ પર પોતાનું ખાતું ખોલાવી શકી નથી.