ઉત્તર ભારતમાં વરસાદ અને હરિયાણાના હથની કુંડ બૈરાજથી પાણી છોડવાના કારણે યમુના નદીની જળસપાટી વધી છે. આ અંગે અધિકારીએ કહ્યુ કે, દર કલાકે બૈરાજથી પાણી છોડવામાં આવે છે. હરિયાણાએ રવિવારે રાત્રે 8.28 લાખ કયૂસેક પાણી છોડયું હતું. વધુમાં અધિકારીએ કહ્યું કે, બૈરાજથી છોડવામાં આવતા પાણીને સાફ કરીને પીવાના પાણીની અછતને નિવારી શકાય છે. જો કે, પાણીને દિલ્હી સુધી પહોંચાડવામાં 72 કલાક લાગે છે.
લાખો લોકોને યમુના કિનારેથી સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવશે. મંગળવાર સુધીમાં શહેરના નિચાણવાળા વિસ્તારમાં રહેતા 13,635થી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતાં. મંગળવાર મોડી રાત્રિ સુધી જળસ્તરની સપાટી વધવાની આશંકા છે. યમુના રવિવારે મોડી રાત સુધીમાં 204.5 મીટરની ભયજનક સપાટી પાર કરી ચૂકી હતી. ત્યાર બાદ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
સોમવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકો માટે બનાવવામાં આવેલા ટેન્ટમાં રહેવાની ભલામણ કરી છે. સરકારે પાણી, વિજળી,ભોજન અને શૌચાલયની સુવિધાથી સભર 46 રાહત શિબિરોમાં 2,120 ટેન્ટની વ્યવસ્થા કરી.
અહીં ઉલ્લેખનીય છે કે ,ચોમાસા દરમિયાન હરિયાણાએ 2013માં 8.06 લાખ કયૂસેક પાણી છોડયુ હતું. જેથી દિલ્હીમાં યમુનાનુ સ્તર 207.3 મીટર વધ્યું હતું. રવિવારે વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી યમુનાનું જળસ્તર ઊંચુ આવી શકે તેમ છે".
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં 1978માં પૂર આવવાથી યમુનાનું જળસ્તર 207.49 સુઘી પહોંચી ગયું હતું.