ઉચ્ચ સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓ નેપાલથી ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કરી શકે છે.
જેને લઈ યુપી આવતી તમામ ટ્રેન અને બસથી સઘન તપાસ ચાલી રહી છે તથા ગેસ્ટ હાઉસ પર નજર રાખવામાં આવી રહી છે.
અધિકારીઓ જણાવ્યું હતું કે, અમે હાઈ લેવલની સુરક્ષાનો બંદોબસ્ત કરી રહ્યા છીએ. કારણ કે, અયોધ્યામાં 2005માં થયેલા હુમલાની સુનાવણી 18 જૂનના રોજ થવાની છે જેને લઈ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, 5 જૂન 2005ના રોજ અયોધ્યામાં એક આંતકી હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો હતો. તથા સુરક્ષા કર્મીઓએ પાંચ આંતકીઓને ઠાર કર્યા હતાં. આ ઘટનામાં ચાર આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે પણ 18 સાંસદો સાથે 16 જૂનના રોજ અયોધ્યા આવવાના છે.