હેપતુલ્લાએ અબુધાબીમાં ઈસ્લામી સહયોગ સંગઠન (IOC)ની બેઠકમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ દ્વારા કાશ્મીરને લઈને જે રીતે ભારતની દ્રષ્ટિએ રજૂ કરવામાં આવ્યા, તેના વખાણ કર્યા હતા.
એક મહત્વની રાજકીય સિદ્ધિ તરીકે ભારતને પ્રથમવાર IOCની બેઠકને શુક્રવારે સંબોધિત કરી હતી અને કહ્યું કે, ક્ષેત્રને અસ્થિર કરનારા અને દુનિયાને જોખમમાં મુકનારા આતંકવાદ વિરૂદ્ધ લડાઈ કોઈ ધર્મ વિરૂદ્ધ નથી.
હેપતુલ્લાએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં પૂરા વિશ્વમાં ખાસ કરીને ખાડી દેશોમાં મિત્રતા વડા પ્રધાનના સતત પ્રયત્નોને કારણે છે. ખાડી દેશોમાં સંયુક્ત અરબ અમીરેટ્સ અને સાઊદી અરબ સહિત અન્ય દેશ આવેલા0 છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાનના આક્ષેપો છતાં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું અને સ્વરાજે IOCની બેઠકમાં ભાગ લીધો. રાજ્યપાલે કહ્યું કે, સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબ સાથે ભારતનો સંબંધ છે, તે પાકિસ્તાનની કસ્ટડીમાંથી વિંગ કમાન્ડર વર્ધમાનને મુક્ત કરવાનું આ એક કારણ છે. તેમણે કહ્યું, 'ભારતીયો માટે આ એક ગર્વપૂર્ણ ક્ષણ છે.'