આ શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહેવા માટે અનેક દિગ્ગજ નેતા અને ઉદ્યોગપતિ સહિતની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત 30 વધુ દિગ્ગજ નેતાઓએ હાજર રહેવા માટે હામી ભરી છે.
રાજ્યના રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ મોરહાબાદી મેદાનમાં આયોજીત ભવ્ય શપથ ગ્રહણ સમારંભમાં હેમંત સોરેનને મુખ્ય પ્રધાન તરીકેના શપથ લેવડાવશે. આ સમારંભમાં સોરેન ઉપરાંત ગઠબંધનમાંથી કોંગ્રેસ અને ઝામૂમોના એક એક ધારાસભ્ય પ્રધાન પદના શપથ લઈ શકે છે. 14 જાન્યુઆરી એટલે કે, ઉત્તરાયણ બાદ ઝારખંડ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી રાજ્યના નવનિર્મિત મુખ્યપ્રધાન હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહેવા માટે એક દિવસ અગાઉ પહોંચી ગયા છે. સોરેન સાથે શનિવારના રોજ તેમણે મુલાકાત પણ યોજી હતી.
અહીં શપથ ગ્રહણને ધ્યાને રાખી સ્થળ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે.