ETV Bharat / bharat

મુંબઈમાં ધોધમાર વરસાદથી હાઈ એલર્ટ, સમુદ્રમાં મોજા ઉછળવાની શક્યતા - meteorological department

મુંબઇમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ ફરી વળ્યાં હતાં. જેને ધ્યાન રાખીને હાઈ-ેએલર્ટ જાહેર કરાયું હતું. તેમજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓ તૈયાર રાખવામાં આવી છે.

મુંબઈમાં ધોધમાર વરસાદના પગલે અપાયું હાઈ એલર્ટ

author img

By

Published : Jul 5, 2020, 1:54 PM IST

મુંબઈઃ હવામાન વિભાગે શુક્રવારથી મુંબઈમાં વરસાદની આગાહી કરી હતી. આ આગાહી મુજબ શુક્રવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. 3થી 4 જુલાઇના 24 કલાકમાં કોલાબામાં 169 મીમી અને સાંતાક્રુઝમાં 157 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે મુંબઇમાં પણ મુશળધાર વરસાદના કારણે હાઈ-એલર્ટ આપવામાં આવ્યું હતું. પાલિકાના ઇમરજન્સી વિભાગે માહિતી આપી છે કે, હાલમાં માર્ગ અને રેલ્વે ટ્રાફિક સહેલાઇથી ચાલી રહ્યો છે. તેમ છતાં સૌએ સતર્ક રહેવાની જરૂર છે.

  • The heavy showers have led to water logging at several places across the city. We request Mumbaikars to stay updated through official sources and plan moving out likewise. Please stay away from the shore (High Tide at 12.23 PM) and water logged areas #MonsoonSafetyMumbai pic.twitter.com/UlijJlYLN1

    — Mumbai Police (@MumbaiPolice) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મળતી માહિતી પ્રમાણે, શનિવારથી મુંબઇના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવાર સવારે વરસાદ થોડા સમય માટે અટક્યો હતો, પરંતુ થોડા કલાકોમાં ફરીથી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ચેમ્બુર અને અંધેરીના ઘણા વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ વરસાદ અને જળાશયોની સ્થિતિને જોતા હાઈએલર્ટની ચેતવણી આપવામાં આવી છે. મુંબઇમાં આજે બપોરે 12.23 વાગ્યે સમુદ્રમાં મોજાઓ 4.63 મીટર સુધી વધવાની શક્યતા છે.

મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાયા

  • India Meteorological Department predicts intense to very intense spell of rainfall during the next three hours in Mumbai today. https://t.co/tCIh4TZP1V

    — ANI (@ANI) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

છેલ્લા 48 કલાકમાં મુંબઈમાં વરસાદને કારણે મુંબઈ પાણી ભરાઈ ગયું છે. મુંબઈમાં મુશળધાર વરસાદ બાદ ઓછામાં ઓછા 10 એવા વિસ્તારો છે, જ્યાં વધુ પાણી ભરાયા છે. જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે મુંબઇમાં લગભગ 82 મીમી વરસાદ નોંધાયો હતો. જેથી શહેરના 10 વિસ્તારોમાં જબરદસ્ત જળાશયો ભરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાના વરસાદમાં મુંબઈમાં આ પહેલીવાર નથી. દર વર્ષે ભારે વરસાદના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્ક કામગીરી કરવમાં આવતી નથી. ભારતમાં ચોમાસાએ વેગ પકડ્યો છે. હવામાન વિભાગ (આઇએમડી)ના અનુસાર, પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં એક ચક્રવાતનો વિસ્તાર છે. જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ (આઇએમડી)નો અંદાજ છે કે, આગામી 4-5 દિવસમાં મધ્ય અને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.