બેગૂસરાયમાં ગીચ વસ્તી ધરાવતી બહલપૂર પંચાયત આવેલી છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી લોકો પૂરની સ્થિતિથી પીડાઈ રહ્યાં છે. મહીલા,બાળકો સહિત વૃદ્ધો વરસાદી પાણીમાં જીવવામાં મજબૂર થયાં છે. આ પરિસ્થિતિને 25 દિવસો થઈ ગયા છે. પણ ઘોર નિંદ્રામાં ઘોરતાં તંત્રની આંખ ઉઘડતી નથી. જેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ અંગે ગ્રામજનો રોષ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "અમારું ગામ છેલ્લા 25 દિવસથી રોજ મોત સામે લડી રહ્યું છે. પણ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે અહીં રોજ મોત ભેટી રહ્યાં છે, ત્યારે સરકારી બાબુઓ પોતાની દુનિયામાં તલ્લીન છે. અમારી પાસે બીજો રસ્તો નથી. જેથી અમે એ આશાએ બેઠાં છે, કદાચ આ બેદરકાર તંત્રને અમારી દયા આવેને અમારી મદદ કરે."
બીજી તરફ ઈન્દ્રપુરી બરાજમાં સોન નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. ભયજનક સપાટીએ પહોંચેલું જળસ્તરમ11 ફૂટથી નીચેની તરફ ઘટ્યું છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ, નદીની જળસપાટી 896 ફૂટ નોંધાઈ છે. જેના કારણે પટણા સહિત અનેક પ્રભાવિત વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.