શિમલા: રાજધાની શિમલા સહિતના પ્રદેશોમાં મંગળવારથી વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. શિમલા, શિરમોર જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને લઇને ચેતવણી આપી છે.
શિમલામાં વરસાદ સાથે વાતાવરણ ધૂંધળું બન્યું હતું 24 કલાકથી વરસી રહેલા વરસાદથી લેન્ડ સ્ટાઈલને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. વરસાદને લઈને રાજ્યમાં ગરમીથી રાહત મળી છે. જિલ્લાનુ તાપમાન 17.1 પર પહોંચ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની આશંકા છે.
હવામાન વિભાગના નિર્દેશક મનમોહનસિંહે જણાવ્યું કે, 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી 12 કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા 10 અને 11 જુલાઇના રોજ ફરી એકવાર એલર્ટ જારી કરવામાં આવશે. નવ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે 10 જુલાઇના રોજ બિલાસપુર, ચંબા, કાંગડા, સીમલા, 13 જુલાઈ સુધી હવામાન ખરાબ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
શિમલામાં 24 કલાકથી વરસી રહેલા વરસાદથી કોઈ જાનહાનિ અને નુકસાન થયું નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં ઘર પર વૃક્ષો પડ્યા હતા.