મુંબઈઃ નિર્સગ વાવાઝોડા બાદ પણ મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાથી મોટાપાયે નુકસાન પણ થયું છે.
મુંબઈના પરેલ, દાદર, કુર્લા, ઘાટકોપર અને મલાડમાં ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં અલીબાગમાં નિસર્ગ ચક્રવાતને કારણે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે મોટાપાયે નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ હજી પણ ઝાડ રસ્તા પર તૂટેલા પડ્યાં છે.