શિક્ષણ પ્રધાન આશીષ શેલારે ટ્વિટ કર્યુ કે, ભારે વરસાદથી મુંબઈ,થાણે અને કોંકણની સ્કુલો અને કૉલેજો બંધ રહેશે. રાજ્યના બાકી જિલ્લાના કલેક્ટરે ભારે વરસાદને લઈ નિર્ણય લીધો છે.
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કે.એસ હોસિલ્કરે જણાવ્યું કે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વર્સોવમાં 3 કલાકમાં 50 મિલીમીટર વરસાદનું પાણી ભરાયું છે. મુંબઈ,પાલઘર અને થાણેમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.