ETV Bharat / bharat

કલમ-370ની નાબૂદી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

આજે કલમ-370ની નાબૂદી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ પહેલાની સુનાવણીના પ્રથમ દિવસે કોર્ટ કહ્યું હતું કે, છેલ્લા 2 નિર્ણયમાં વિરોધાભાસ થવા પર ખંડપીઠને સમગ્ર મામલો સોંપવામાં આવશે.

etv bharat
etv bharat
author img

By

Published : Jan 23, 2020, 11:37 AM IST

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરતા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા 1954ની કલમ 370ને નાબૂદ કરી હતી. તો જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370ની જોગવાઈઓ દૂર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કલમ 370 પર સુનાવણી કરતા ન્યાયાલયે કહ્યું કે, છેલ્લા 2 નિર્ણયમાં વિરોધાભાસ થવા પર ખંડપીઠને સમગ્ર મામલો સોંપવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જ્યાં સુધી અરજદારો કલમ 370ના મુદ્દે સંબઘિત 2 નિર્ણયો 1959માં પ્રેમનાથ કૌલ, જમ્મૂ-કાશ્મીર અને 1970માં સંપત પ્રકાશ, જમ્મૂ-કાશ્મીરની સાથે પ્રત્યક્ષ વિરોધાભાસ સાબિત કરતા નથી. ત્યાં સુધી આ મામલે મોટી ખંડપીઠને સોંપવામાં આવશે નહીં.

બંને નિર્ણય 5 ન્યાયાધીશની પીઠે આપ્યા

ન્યાયમૂર્તિ એન વી રમણની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશની સંવિધાન ખંડપીઠ સમક્ષ બુધવારની સુનાવણી દરમિયાન જમ્મુ-કાશ્મીર બાર એસોસિએશને કહ્યું હતું કે, કલમ 370ની જોગવાઈઓ પૂર્ણ કરવાનો કેન્દ્ર સરકારના 5 ઓગસ્ટનો નિર્ણય ગેરકાનૂની છે. જેમાં સમીક્ષાની જરુર છે. ખંડપીઠે કહ્યું કે, તમારે સાબિત કરવાનું હશે કે સર્વોચ્ચ અદાલતના 2 નિર્ણયમાં પ્રત્યક્ષ વિરોધાભાસ છે કે નહીં. ત્યારે જ અમે મોટી પીઠને સોપશું તમારે અમને દેખાડવું પડશે કે આમાં વિરોધાભાસ ક્યાં છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.