ETV Bharat / bharat

દિલ્હી હાઇકોર્ટમાં જામિયા હિંસા પર તપાસની માગ કરતી અરજી પર સુનાવણી ટળી - જામિયા હિંસા મુદ્દે 4 ઓગસ્ટે સુનાવણી

દિલ્હી હાઈકોર્ટે જામિયા હિંસા મામલે તપાસની માગ કરતી અરજી પર મંગળવારે સુનાવણી ટાળી દીધી હતી. ચીફ જસ્ટિસ ડી એન પટેલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી સુનાવણીમાં આગામી સુનાવણી 4 ઑગસ્ટે યોજાશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો.

દિલ્હી હાઇકોર્ટમાં જામિયા હિંસા પર તપાસની માગ કરતી અરજી પર સુનાવણી ટળી

author img

By

Published : Jul 21, 2020, 10:22 PM IST

નવી દિલ્હીઃ જામિયા હિંસામાં તપાસની માગ કરતી અરજીઓ સંદર્ભે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ગત 13 જુલાઇએ કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા અંગે આદેશ આપવામાં આવ્યો હતો. જો બે દિવસમાં જવાબ દાખલ ન થાય તો આ મામલે કડક વલણ અપનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ અરજીકર્તાઓને પણ કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો જવાબ આવી ગયા બાદ તેઓ 4 દિવસમાં તેમનું નિવેદન દાખલ કરે.

ઉપરાંત ગત 6 જુલાઈએ કોર્ટ દ્વારા તમામ પક્ષોને કેસને લગતી વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો જેના પર કોર્ટ આગળની સુનાવણી હાથ ધરી શકે. આ કેસને સંલગ્ન અમુક વિગતો અને રેકોર્ડ કોર્ટને મંગળવારે રજૂ કરવામાં આવ્યા હતા. આથી તેના પર 4 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.

સોલીસિટર જનરલ તુષાર મહેતાએ એક અરજી કરનારના જવાબી નિવેદનમાં ગૃહપ્રધાનના ઉલ્લેખ અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સ્થાનિકોનું એવું માનવું છે કે ગૃહપ્રધાનના આદેશોને પગલે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી. આ જવાબ કયા સંદર્ભોને આધારે આપવામાં આવ્યો છે તેમ તેમણે પૂછ્યું હતું.

દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જામિયા ના વિદ્યાર્થીઓના આંદોલનની આડમાં હિંસા આચરવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે 3 FIR દાખલ કરી છે જેમાં પથ્થરો, પેટ્રોલ બોમ્બ, લાકડીઓ, ટ્યુબ લાઈટ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતાં. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાન અને આરોપીઓની યાદી પણ કોર્ટને સોંપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.