સુપ્રિમ કોર્ટે મકપા નેતા સીતારામ યેચુરીને જમ્મુ કાશ્મીર જવાની પરવાનગી આપી દીધી છે. કલમ 370 રદ કરવાના નિર્ણય સામેની અરજી એડવોકેટ એમ.એલ. શર્મા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે નેશનલ કોન્ફરન્સના સાંસદ મોહમ્મદ અકબર લોન અને જસ્ટિસ (નિવૃત્ત) હસ્નાઇન મસુદીએ જમ્મુ-કાશ્મીરની બંધારણીય સ્થિતિમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ફેરફારને પડકાર આપ્યો છે. આ સિવાય તેમાં પુર્વ IAS અધિકારી શાહ ફૈઝલ, JNUના પૂર્વ વિદ્યાર્થી શેહલા રાશિદ અને રાધા કુમાર જેવી અગ્રણીઓ પણ સામેલ છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા કલમ 370 દૂર કરવાના મુદ્દે અને તે સંબંધિત તમામ બાબતે સુનાવણી કરવામાં આવશે.