નવી દિલ્હી: ભડકાઉ ભાષણ મામલે ભાજપ નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની વિરુદ્ધ કેસ દાખલ કરવાની માગ વાળી અરજી પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુનાવણી કરી હતી. આ મામલે કોર્ટે 23 એપ્રિલ સુધી સુનાવણી ટાળી દીધી છે. કોર્ટે બંને ભાજપ નેતાઓની વિરુદ્ધ ભડકાઉ ભાષણના મામલામાં FIR દાખલ કરવા સંબંધિત અરજી પર સુનાવણી કરી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માને ક્લીન ચીટ આપી હતી.
CPIની નેતા વૃંદા કરાતે બંને નેતાઓની વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરી હતી. 11 ફેબ્રુઆરી સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટ પાસેથી 8 અઠવાડિયાનો સમય આપવાની માગ કરી હતી, ત્યારે કોર્ટે કહ્યું હતું કે, સંવેદનશીલ મામલો છે. સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે રમખાણમાં પીડિતોના તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા માટે સહમતી આપી હતી.
રમખાણમાં પીડિતો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્ઝાલ્વિસે આ અરજીનો ઉલ્લેખ તાત્કાલિક સુનાવણી પર કર્યો હતો. વકીલ કોલિન ગોન્ઝાલ્વિસે કહ્યું કે, દિલ્હી હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે આ મામલાની અરજી 4 અઠવાડિયા સુધી ટાળી દીધી છે.