નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધી 138 મામલા સામે આવ્યા છે. તેમાંથી 114 ભારતીય અને 24 વિદેશી નાગરિક છે. મુંબઈ અને પિંપરી-ચિંચવાડમાં મંગળવારે 1-1 યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્ને યુવક અમેરિકાથી પરત આવ્યા હતા. દિલ્હીમાં પીડિતોનો આંકડો હવે 41 થઈ ગયો છે. દેશમાં ત્રણ લોકોના કોરોનાથી મોત થયા છે. મુંબઈમાં મંગળવારે 64 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા કલબુર્ગીમાં 63 વર્ષના એક વ્યક્તિ અને દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું મોત થયું હતું.
-
Lav Aggarwal, Joint Secretary, Union Health Ministry: Travel of passengers from Afghanistan, Philippines and Malaysia to India is prohibited with immediate effect. #Coronavirus pic.twitter.com/fKjHCLCqPG
— ANI (@ANI) March 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lav Aggarwal, Joint Secretary, Union Health Ministry: Travel of passengers from Afghanistan, Philippines and Malaysia to India is prohibited with immediate effect. #Coronavirus pic.twitter.com/fKjHCLCqPG
— ANI (@ANI) March 17, 2020Lav Aggarwal, Joint Secretary, Union Health Ministry: Travel of passengers from Afghanistan, Philippines and Malaysia to India is prohibited with immediate effect. #Coronavirus pic.twitter.com/fKjHCLCqPG
— ANI (@ANI) March 17, 2020
કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આઈસીએમઆરની અપીલ છે કે ખાનગી લેબ પણ કોવિડ-19નો ટેસ્ટ ફ્રીમાં કરે. તમામ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઓફિસ પરિસરમાં સેનિટાઇઝરની વ્યવસ્થા અને સેનિટાઇઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે મંત્રાલયે જણાવ્યું કે, અમે ઇરાનથી લોકોને બહાર કાઢ્યા છે. ઇટાલી પણ સ્પેશિયલ ટીમ મોકલવામાં આવી છે, ત્યાંના લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઈરાનમાં ભારતીયોની મદદ માટે આપણી એમ્બેસી સારૂ કામ કરી રહી છે. ઈરાન સરકારની મદદથી ત્યાં ભારતીય એમ્બેસી કામ કરી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આ સાથે જણાવ્યું કે, અફઘાનિસ્તાન, મલેશિયા અને ફિલિપિન્સથી લોકોને ભારત આવવાની મંજૂરી નથી. આ સાથે તેમણે જણાવ્યું કે, અમે યૂરોપિયન યૂનિયનના સંપર્કમાં છીએ, જેથી યૂરોપના દેશોમાં ફસાયેલા ભારતીયોના વીઝાનો સમયગાળો વધારવામાં આવી શકે. ભારતમાં આવેલા વિદેશી લોકોનો વીઝા સમયગાળો જરૂરીયાત પ્રમાણે વધારવામાં આવી રહ્યો છે.