નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયે કોરોનાની હાલની સ્થિતિને લઇને જાણકારી આપી હતી.
આ તકે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઇરસના પગલે અત્યાર સુધીમાં 9152 કેસ સામે આવ્યા છે. જ્યારે 308 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત 857 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર પણ આવ્યો છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો 796 નવા કેસ સામે આવ્યા છે અને 35 લોકોના મોત નિપજ્યા છે.
સંયુક્ત સચિવે વધુમાં જણાવ્યું કે, ગઇકાલ રવિવાર સુધીમાં 2.6 લાખ લોકોની તપાસ થઇ છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે, જરૂરીયાત વસ્તુઓની સ્થિતિ નિયંત્રણમાં છે. મંત્રાલયના દિશા અને નિર્દેશોનું પાલન કરવુ જોઇએ.