નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં કોઇ સુધાર નથી આવ્યો. તેમની હાલત સવારથી જ વધુ ખરાબ થઇ છે. તેઓ દિવસને દિવસે નબળા થઇ રહ્યાં છે. આ સાથે જ તેમના શ્વસન સંક્રમણની સારવાર પણ ચાલી રહી છે.
હાલ પણ તેઓ કોમામાં છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના મહત્વપૂર્ણ પેરામીટર સ્થિર છે. આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મુખર્જીને 10 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની બ્રેન સર્જરી કરવામાં આવી હતી. આ આગાઉ તેઓ કોરોના સંક્રમિત મળ્યા હતા. તેમના બ્રેનમાં લોહી જામી જતા તેમનું ઓરપેશન કરવામાં આવ્યું હતું, જે બાદથી જ તેઓ કોમામાં છે. તેઓ વર્ષ 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યાં હતાં.