ETV Bharat / bharat

HBOએ કોવિડ-19 રાહતફંડમાં 1 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું

author img

By

Published : May 24, 2020, 12:26 AM IST

ફિલ્મ નેટવર્ક એચબીઓએ તેની પરંપરાગત એમી પાર્ટી અને એફવાયસી ઇવેન્ટ્સને રદ કરીને આ વર્ષે લોસ એન્જલસના કોવિડ -19 રિલીફ ફંડમાં 1 મિલિયન યુએસ ડોલરનનુ યોગદાન આપવાનો નિર્ણય કર્યો છે.

etv bharat
એચબીઓએ કોવિડ 19 રાહતફંડમાં 1 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું

વોશિંગ્ટન: એચબીઓએ તેની પરંપરાગત એમી પાર્ટી અને એફવાયસી (ફોર યોર કન્સીડરેશન) ઇવેન્ટનું આયોજન કરવાને બદલે લોસ એન્જલસને કોવિડ -19 રાહત ફંડમાં 1 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે.

નેટવર્કના એક પ્રતિનિધિએ કહ્યું કે, આ વર્ષે એમી પાર્ટીનું આયોજન નહીં થાય. હોલિવૂડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એચબીઓના પ્રોગ્રામિંગ પ્રેસિડેન્ટ કેસી બ્લોયસે કહ્યું કે, 'બોબ ગ્રીનબ્લાટ અને મારા તરફથી અમને જણાવતા ગર્વ થાય છે કે, આ વર્ષે અમે અમારી પરંપરાગત એમી પાર્ટી અને એફવાયસી ઇવેન્ટ કરવાની જગ્યાએ એચબીઓ તરફથી યોગદાન આપી રહ્યાં છીએ.'

બ્લોયસે આગળ કહ્યું કે, 'મને ખૂબ ગર્વ છે કે આ વર્ષે અમારા બધા શો એમીની રેસમાં છે અને હું આશા રાખું છું કે તેને આ સન્માન મળશે, જે મને લાગે છે કે અમારા પ્રતિભાશાળી સાથીદારોનો અધિકાર છે. મને આશા છે કે, લોકોથી અમને એટલો જ પ્રેમ મળશે, જેટલાની અમને આશા છે.'

લોસ એન્જલસના મેયર રિલીફ ફંડમાં આ દાન આપવામાં આવ્યું છે, જે કોરોના વાઇરસ સંકટ દરમિયાન જરૂરીયાતમંદ પરિવારો અને લોકોને જરૂરી ચીજવસ્તુઓ, તબીબી સુવિધાઓ અને અન્ય વસ્તુઓ પ્રદાન કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.