અમદાવાદ: ગોતા ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા શાકમાર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે કુલ 447 કરોડના વિવિધ કામોના ખાદ મુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે.
ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, AMC સ્ટેન્ડિંગ કમિટીના દેવાંગ દાણી અને AMC મેયર પ્રતીભાબેન જૈન પણ હજાર રહ્યા હતા.

170 પરિવારોને આ શાકમાર્કેટનો સીધો લાભ: આ શાકમાર્કેટ બનાવવાનો અંદાજિત ખર્ચ 3,25,67,720.00 રૂપિયા છે. આ શાકમાર્કેટ કુલ 3000.00 ચોરસ મીટર એરિયામાં બનાવવામાં આવ્યું છે. શાકમાર્કેટમાં કુલ 170 થડા આવેલા છે. જેમાં 144 થડા જનરલ ફેરિયા માટે, 6 થડા વિધવા બહેનો માટે, 4 થડા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અને 4 થડા સિનિયર સિટીઝન માટે ફાળવવામાં આવેલ છે. આમ કુલ 170 પરિવારોને આ શાકમાર્કેટનો સીધો લાભ મળશે.

પાર્કિગ માટેની સુવિધા: શાકભાજી લેવા આવનાર લોકો પોતાના વાહનો પાર્ક કરી શકે તે માટે પાર્કિગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેમાં પાર્કિંગ માટે કુલ 132.20 ચોરસ મીટર જગ્યા રાખવામાં આવેલ છે જેમાં કાર પાર્કિંગ માટે 55 ચોરસ મીટર જેમાં સાથે 5 કાર પાર્કિગની સુવિધા અને ટુ વ્હીલર માટે 79.20 ચોરસ મીટર જગ્યા જેમાં 33 ટુ વ્હીલર પાર્કિંગની સુવિધા રાખવામાં આવેલ છે.

અન્ય કામગીરી: તમને જણાવી દઇએ કે, વધુમાં અહી 5 દુકાનો, 1 સિક્યુરિટી કેબિન અને સાથે વરસાદી પાણીના સંગ્રહ માટે 1 ખંભાતી કૂવો પણ બનાવવામાં આવેલો છે.
આ પણ વાંચો: