ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: 2014થી 2019 સુધીમાં કેટલું આવ્યું પરિવર્તન, જાણો રાજકીય પાર્ટીઓની કુંડળી - જનનાયક જનતા પાર્ટી

ચંડીગઢ: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. 2014 અને 2019 ના ચૂંટણી જંગ વચ્ચે ઘણા પરિવર્તનો થયા છે. 2014માં કોંગ્રેસના કૌભાંડો, રોબર્ટ વાડ્રાનો જમીન વિવાદ અને મોદી લહેરથી ભાજપને પૂર્ણ બહુમત મળી હતી, પણ 2019માં કંઈક નવા જ પરિબળો દેખાઈ રહ્યા છે.

haryana election
author img

By

Published : Oct 4, 2019, 3:13 PM IST

2019માં કેવી છે પરિસ્થિતી !
અમુક નેતાઓના કદ વધી ગયા છે. અમુક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. અડધાથી ઉપરના નેતા ઈનેલો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યા છે. એક સમયે રાજ્યમાં ફક્ત ચાર સીટો જીતનારી ભાજપની સ્થિતિ હાલમાં મજબૂત છે. પેલી કહેવત છે કે, ઉગતા સૂરજને સૌ કોઈ સલામ કરે છે. અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં આવનારા નેતાઓની ઘટનાઓ આ વાતની સાક્ષી પુરે છે.

વિધાનસભાની ચૂંટણીમાં હાલ તો મુખ્ય બે પાર્ટીઓ જ સત્તાના દાવેદારી માટે ફિટ બેસે છે. ભાજપ અને કોંગ્રેસ. ક્યારેક સત્તામાં રહેલી અને લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરેલી ઈન્ડિયન નેશનલ લોકદળ પરિવારમાં ભંગાણ બાદ અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. તો આ બાજુ જનનાયક જનતા પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ઈનેલોએ જેજેપી સાથે ગઠબંધન તોડી બસપામાં સામેલ થઈ ગયું છે.

સત્તા માટે પ્રબળ દાવેદાર ભાજપ
સૌથી પહેલા વાત કરીએ સત્તાધારી ભાજપની. ગત ચૂંટણીમાં 47 સીટ જીતીને સત્તા પર આવેલી ભાજપ આ વખતે 75 પણ વધું સીટોના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે. હાલમાં જ લોકસભા ચૂંટણી પરિણામ અને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ભાજપનો જોમ વધ્યું છે. ભાજપે લોકસભામાં તમામ 10 સીટ જીતી હતી. સાથે જ જો આંકડાઓ પર નજર કરીએ તો લગભગ 70થી પણ વધારે વિધાનસભા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો ઘણા ચર્ચામાં છે. હવે રાજ્યમાં ભાજપે દક્ષિણ હરિયાણાથી લઈ નૂંહ સુધી ખાસી પકડ બનાવી લીધી છે.

ક્યા મુદ્દા પર લડાશે ચૂંટણી
ભાજપની વાત કરીએ તો ભાજપ ફરી એક વખત રાષ્ટ્રવાદના મુદ્દાને ધ્યાને રાથી 75 પ્લસનો લક્ષ્યાંક મેળવવા મથામણ કરી રહી છે. મનોહરલાલ ખટ્ટર મુખ્યપ્રધાનના રુપમાં મુખ્ય ચહેરા તરીકે ભાજપ આગળ ધરી રહ્યું છે. સૌથી અગત્યની વાત તો એ છે કે, મેયરની ચૂંટણી, પેટાચૂંટણી અને લોકસભા ચૂંટણી તેમની આગેવાનીમાં લડી અને શાનદાર જીત મેળવી છે. એટલા માટે ભાજપે ફરી એક વાર ખટ્ટર પર વિશ્વાસ મુક્યો છે.

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ બન્યું માથાનો દુ:ખાવો
હરિયાણામાં સૌથી વખત રાજ કરનારી પાર્ટી કોંગ્રેસમાં હાલ અનેક ડખા જોવા મળે છે. પાર્ટીમાં અનેક ભાગલા પડેલા છે.પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ રોહતકમાં મહાપરિવર્તન રેલી કરી હાઈકમાનને આંખ બતાવવાનો કિમીયો અપનાવ્યો હતો, પણ કોંગ્રેસે હરિયાણામાં કાયાપલટ કરી સ્થિતી થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. અશોક તંવર અને હુડ્ડાની લડાઈ જગજાહેર છે. જેનું દુષ્પરિણામ તંવરને ભોગવવાનો વારો આવ્યો. તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી કુમારી શૈલજાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. તો આ બાજુ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ચૂંટણી સમિતિની ચેરમેન બનાવી દીધા. ચૂંટણીમાં પ્રદર્શનની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓને ખરાબ રીતે હારવાનો વારો આવ્યો હતો. ફક્ત હુડ્ડા પિતા-પુત્ર જીત્યા અને થોડી લાજ બચાવી રાખી.

પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા હરિયાણા કોંગ્રેસની તાકાત પણ છે અને મજબૂરી પણ છે. તેઓ પ્રદેશ અધ્યક્ષ બદલવાથી લઈ પોતાની અનેક માગ પુરી કરવામાં સફળ રહ્યા છે. તેથી કોંગ્રેસને પણ હુડ્ડા પરિવારની આગેવાનીમાં સત્તા પર આવવાનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે, પ્રદેશમાં ભાજપની બોલબાલા હોવા છતાં પણ કોઈ નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા નથી. તો પરિસ્થિતીનો તાગ મેળવી હુડ્ડાએ પ્રદેશમાં એનઆરસી અને 370 બાબતે ભાજપનું સમર્થ કરી બદલાયેલી રાજનીતિનો પરિચય પણ આપી દીધો. જો કે, હાલમાં કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા જૂથવાદ છે.

રફેદફે થયેલું ઈનેલો !
હરિયાણાની સૌથી મોટો રાજકીય પરિવાર ચૌટાલા પરિવારની ઈનેલો પાર્ટીની વાત કરીએ ઈનેલો હાલ વિખેરાયેલી જોવા મળે છે. હરિયાણામાં રાજ કર્યું અને મુખ્ય વિપક્ષમાં પણ આવ્યા અને અંતે હાલ તેમની કમર તૂટી ગઈ છે. ચૌટાલા પરિવારમાં ભાઈ-ભાઈ વચ્ચેની લડાઈ મુખ્ય કારણ બન્યું છે.દશ ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જતા રહ્યા છે. ચાર ધારાસભ્યો જેજેપીમાં આવી ગયા. હાલમાં વાત કરીએ તો આ ચૂંટણીમાં ઈનેલોને કોઈ મોટો ચહેરો મળવો અતિ મુશ્કેલ જણાઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણીમાં ઈનેલો કરતા તો બસપાનું પ્રદર્શન સારુ રહ્યું હતું. બસપાને લોકસભા ચૂંટણીમાં 3.6 ટકા મત મળ્યા હતા, જ્યારે ઈનેલોને 1.8 ટકા મત જ મળ્યા હતા. હવે તો પૂર્વ સીએમ ઓપી ચૌટાલાનો પ્રભાવ પણ ઓછો થઈ રહ્યો છે.અભય ચૌટાલા પણ પોતાના મોટા નેતા તરીકે સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ની અગ્નિપરીક્ષા !
ચૌટાલા પરિવારની જ ફાડ કહીએ તો જનનાયક જનતા પાર્ટી પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી લડશે. અજય ચૌટાલા, દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાએ પરિવારથી અલગથી જ્યારે પાર્ટી બનાવી તો રાજ્યમાં થોડા દિવસ સુધી તેમની વાતો થઈ હતા. પેટાચૂંટણીમાં સારુ પરિણામ હતું. કોંગ્રેસના રણદીપ સુરજેવાલાને હરાવવામાં મુખ્ય ભૂમિકામાં આવતા જેજેપી ખુશ થઈ ગયું હતું. પણ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ઘણુ બઘું ઠેકાણે પડી ગયું.

પાર્ટીના મુખ્ય નેતા દુષ્યંત ચૌટાલા હિસારમાં હારી ગયા હતા. પાર્ટીએ બસપા સાથે ગઠબંધન જરુર કર્યું હતું પણ લાંબો સમય ન ચાલ્યું. હાલની પરિસ્થિતી જોતા તો એવું જ લાગે છે, કે કોઈ ચમત્કાર થાય તો જ ઈનેલો બાજી મારી શકે.

રાજકુમાર સૈની એકલા મેદાને આવી ચડ્યા છે !
પછાત સમુદાયના હિમાયતી બનેલા ભાજપના પૂર્વ સાંસદ રાજકુમાર સૈની પોતાનું અસ્તિત્વ બચાવવાની ફિરાકમાં છે. લોકસભા ચૂંટણીમાં બસપા સાથે લડ્યા હતા. પરિણામ બાદ ગઠબંધન પણ તૂટી ગયું. તેમને લાગ્યું કે, બસપાએ વિશ્વાસધાત કર્યો તેથી હવે એકલા ચૂંટણી લડી રહ્યા છે. પણ જો વોટ શેરની વાત કરીએ તો સૈનીની લોકતંત્ર સુરક્ષા પાર્ટી પોતે અસુરક્ષા અનુભવે તેવું પરિણામ છે.

આમ હાલમાં એટલું કહી શકાય કે, હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરને મુખ્યપ્રધાન બનતા રોકી શકે તેવી એક પણ પાર્ટી છે નહીં. બાકી તો ચૂંટણી પરિણામના દિવસે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: 2014થી 2019 સુધી કેટલું આવ્યું પરિવર્તન, જાણો રાજકીય પાર્ટીઓની કુંડળી

ચંડીગઢ: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. 2014નો જંગ 2019 આવતા-આવતા અનેક પરિવર્તનોમાં ફેરવાઈ ગયું છે. 2014માં કોંગ્રેસના કૌભાંડો, રોબર્ટ વાડ્રાનો જમીન વિવાદ અને મોદી લહેરથી ભાજપને પૂર્ણ બહુમત મળ્યો હતો, પણ 2019માં કંઈક નવા જ પરિબળો દેખાઈ રહ્યા છે.

2019માં કેવી છે પરિસ્થિતી

અમુક નેતાઓના કદ વધી ગયા છે. અમુક નેતાઓએ પાર્ટી બદલી દીધી છે. અડધાથી ઉપરના નેતા ઈનેલો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યા છે. એક સમયે રાજ્યમાં ફક્ત ચાર સીટો જીતનારી ભાજપ હાલ પૂર્ણ સ્વરુપમાં ખીલી રહ્યું છે. પેલી કહેવત છે કે, ઉગતા સૂરજને સૌ કોઈ સલામ કરે છે. અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં આવનારા નેતાઓની ઘટનાઓ આ વાતની સાક્ષી પુરે છે.

વિધાનસભાની ચૂંટણીમાં હાલ તો મુખ્ય બે પાર્ટીઓ જ સત્તાના દાવેદારી માટે ફિટ બેસે છે-ભાજપ અને કોંગ્રેસ. ક્યારેક સત્તામાં રહેલી અને લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરેલી ઈન્ડિયન નેશનલ લોકદળ પરિવારમાં ભંગાણ બાદ અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. તો આ બાજુ જનનાયક જનતા પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ઈનેલોએ જેજેપી સાથે ગઠબંધન તોડી બસપામાં સામેલ થઈ ગયું છે.

સત્તા માટે પ્રબળ દાવેદાર ભાજપ

સૌથી પહેલા વાત કરીએ સત્તાધારી ભાજપની. ગત ચૂંટણીમાં 47 સીટ જીતીને સત્તા પર આવેલી ભાજપ આ વખતે 75 પણ વધું સીટોના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે. હાલમાં જ લોકસભા ચૂંટણી પરિણામ અને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ભાજપનો જોમ વધ્યું છે. ભાજપે લોકસભામાં તમામ 10 સીટ જીતી હતી. સાથે જ જો આંકડાઓ પર નજર કરીએ તો લગભગ 70થી પણ વધારે વિધાનસભા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો ઘણા ચર્ચામાં છે. હવે રાજ્યમાં ભાજપે દક્ષિણ હરિયાણાથી લઈ નૂંહ સુધી ખાસી પકડ બનાવી લીધી છે.

ક્યા મુદ્દા પર લડાશે ચૂંટણી

ભાજપની વાત કરીએ તો ભાજપ ફરી એક વખત રાષ્ટ્રવાદના મુદ્દાને ધ્યાને રાથી 75 પ્લસનો લક્ષ્યાંક મેળવવા મથામણ કરી રહી છે. મનોહરલાલ ખટ્ટર મુખ્યપ્રધાનના રુપમાં મુખ્ય ચહેરા તરીકે ભાજપ આગળ ધરી રહ્યું છે. સૌથી અગત્યની વાત તો એ છે કે, મેયરની ચૂંટણી, પેટાચૂંટણી અને લોકસભા ચૂંટણી તેમની આગેવાનીમાં લડી અને શાનદાર જીત મેળવી છે. એટલા માટે ભાજપે ફરી એક વાર ખટ્ટર પર વિશ્વાસ મુક્યો છે.

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ બન્યું માથાનો દુ:ખાવો

હરિયાણામાં સૌથી વખત રાજ કરનારી પાર્ટી કોંગ્રેસમાં હાલ અનેક ડખા જોવા મળે છે. પાર્ટીમાં અનેક ભાગલા પડેલા છે.પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ રોહતકમાં મહાપરિવર્તન રેલી કરી હાઈકમાનને આંખ બતાવવાનો કિમીયો અપનાવ્યો હતો, પણ કોંગ્રેસે હરિયાણામાં કાયાપલટ કરી સ્થિતી થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. અશોક તંવર અને હુડ્ડાની લડાઈ જગજાહેર છે. જેનું દુષ્પરિણામ તંવરને ભોગવવાનો વારો આવ્યો. તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી કુમારી શૈલજાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. તો આ બાજુ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ચૂંટણી સમિતિની ચેરમેન બનાવી દીધા. ચૂંટણીમાં પ્રદર્શનની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓને ખરાબ રીતે હારવાનો વારો આવ્યો હતો. ફક્ત હુડ્ડા પિતા-પુત્ર જીત્યા અને થોડી લાજ બચાવી રાખી.  

પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા હરિયાણા કોંગ્રેસની તાકાત પણ છે અને મજબૂરી પણ છે. પોતાની તાકાતનો પરચો તેમણે પ્રદેશ અધ્યક્ષ બદલવાથી લઈ પોતાની અનેક માગ પુરી કરવામાં સફળ રહ્યા છે. તેથી કોંગ્રેસને પણ હુડ્ડા પરિવારની આગેવાનીમાં સત્તા પર આવવાનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે.  મહત્વની વાત એ છે કે, પ્રદેશમાં ભાજપની બોલબાલા હોવા છતાં પણ કોઈ નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા નથી. તો પરિસ્થિતીનો તાગ મેળવી હુડ્ડાએ પ્રદેશમાં એનઆરસી અને 370 બાબતે ભાજપનું સમર્થ કરી બદલાયેલી રાજનીતિનો પરિચય પણ આપી દીધો. જો કે, હાલમાં કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા જૂથવાદ છે.

રફેદફે થયેલું ઈનેલો !

હરિયાણાની સૌથી મોટો રાજકીય પરિવાર ચૌટાલા પરિવારની ઈનેલો પાર્ટીની વાત કરીએ ઈનેલો હાલ વિખેરાયેલી જોવા મળે છે. હરિયાણામાં રાજ કર્યું અને મુખ્ય વિપક્ષમાં પણ આવ્યા અને અંતે હાલ તેમની કમર તૂટી ગઈ છે. ચૌટાલા પરિવારમાં ભાઈ-ભાઈ વચ્ચેની લડાઈ મુખ્ય કારણ બન્યું છે.દશ ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જતા રહ્યા છે. ચાર ધારાસભ્યો જેજેપીમાં આવી ગયા. હાલમાં વાત કરીએ તો આ ચૂંટણીમાં ઈનેલોને કોઈ મોટો ચહેરો મળવો અતિ મુશ્કેલ જણાઈ રહ્યું છે. 

લોકસભા ચૂંટણીમાં ઈનેલો કરતા તો બસપાનું પ્રદર્શન સારુ રહ્યું હતું. બસપાને લોકસભા ચૂંટણીમાં 3.6 ટકા મત મળ્યા હતા, જ્યારે ઈનેલોને 1.8 ટકા મત જ મળ્યા હતા. હવે તો પૂર્વ સીએમ ઓપી ચૌટાલાનો પ્રભાવ પણ ઓછો થઈ રહ્યો છે.અભય ચૌટાલા પણ પોતાના મોટા નેતા તરીકે સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. 

જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સામે અગ્નિપરીક્ષા !

ચૌટાલા પરિવારની જ ફાડ કહીએ તો જનનાયક જનતા પાર્ટી પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી લડશે. અજય ચૌટાલા, દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાએ પરિવારથી અલગથી જ્યારે પાર્ટી બનાવી તો રાજ્યમાં થોડા દિવસ સુધી તેમની વાતો થઈ હતા. પેટાચૂંટણીમાં સારુ પરિણામ હતું.  કોંગ્રેસના રણદીપ સુરજેવાલાને હરાવવામાં મુખ્ય ભૂમિકામાં આવતા જેજેપી ખુશ થઈ ગયું હતું. પણ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ઘણુ બઘું ઠેકાણે પડી ગયું.

પાર્ટીના મુખ્ય નેતા દુષ્યંત ચૌટાલા હિસારમાં હારી ગયા હતા. પાર્ટીએ બસપા સાથે ગઠબંધન જરુર કર્યું હતું પણ લાંબો સમય ન ચાલ્યું. હાલની પરિસ્થિતી જોતા તો એવું જ લાગે છે, કે કોઈ ચમત્કાર થાય તો જ ઈનેલો બાજી મારી શકે. 

રાજકુમાર સૈની એકલા મેદાને આવી ચડ્યા છે !

પછાત સમુદાયના હિમાયતી બનેલા ભાજપના પૂર્વ સાંસદ રાજકુમાર સૈની પોતાનું અસ્તિત્વ બચાવવાની ફિરાકમાં છે. લોકસભા ચૂંટણીમાં બસપા સાથે લડ્યા હતા. પરિણામ બાદ ગઠબંધન પણ તૂટી ગયું. તેમને લાગ્યું કે, બસપાએ વિશ્વાસધાત કર્યો તેથી હવે એકલા ચૂંટણી લડી રહ્યા છે. પણ જો વોટ શેરની વાત કરીએ તો સૈનીની લોકતંત્ર સુરક્ષા પાર્ટી પોતે અસુરક્ષા અનુભવે તેવું પરિણામ છે.

આમ હાલમાં એટલું કહી શકાય કે, હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરને મુખ્યપ્રધાન બનતા રોકી શકે તેવી એક પણ પાર્ટી છે નહીં. બાકી તો ચૂંટણી પરિણામના દિવસે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.