ભાજપના સંકલ્પ પત્રની મુખ્ય વાતો...
- હરિયાણામાં મહિલાઓને એનીમિયા મુક્ત બનાવાશે.
- પિંક બસ સેવા શરૂ કરવામાં આવશે.
- કામ કરનારી મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા બનાવશે.
- 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે.
- 2022 સુધી તમામને પાક્કા મકાન ઉપલબ્ધ
- જિલ્લા રોજગાર કાર્યાલયને અપગ્રેડ કરવામાં આવશે.
- 25 લાખ યુવાનોને સ્વરોજગારની તક મળશે.
- યુવા વિકાસ અને સ્વરોજગાર નામનું એક મંત્રાલય બનાવીશું.
- તમામ ગામમાં વ્યાયમશાળા બનાવીશું
- 10 હજાર દિવ્યાંગોને કોશલ વિકાસ તાલીમ આપવામાં આવશે.
- પૂર્વ સૈનિકોને ફરી રોજગારી આપશે.
- 2 હજાર વેલનેસ સેન્ટર બનાવાશે.
- જન ઔષધી કેન્દ્રોનો વિકાસ થશે.
- યુવાનોને 1 કલાકમાં કેશ સુવિધા પ્રદાન થશે.
- પૂર્વ સૈનિકોના આવાસ નિર્માણમાં તેજી
- કુરુક્ષેત્રમાં દેવ દર્શન પેકેજનો શુભારંભ થશે.
- દરેક ખેતર સુધી પાણી આપવામાં આવશે.
- ખેડૂત કલ્યાણ યોજના માટે એક હજાર કરોડના બજેટ વધારા સાથે સુદ્રઢ કરાશે.
- ખેડૂતો માટે 1 લાખ સૌર પંપ ઉપલબ્ધ કરાશે.
- દરેક પાકને ખરીદી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ફિક્સ કરવામાં આવશે.
- ડેરી અને પશુપાલનમાં મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહન કાર્યક્રમની શરુઆત કરવી જોઈએ.
- દુધાળા પશુઓને વીમા અંતર્ગત આવરી લેવામાં આવશે.
સંકલ્પ પત્ર જાહેર કર્યા બાદ કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની વાત...
અહીં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યા બાદ જણાવ્યું હતું કે, આ સંકલ્પ પત્રમાં દરેક વર્ગના સૂચનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમે 15 બેઠકો કરી આ સંકલ્પ પત્ર તૈયાર કર્યું છે. મજૂર, વ્યાપારી, ખેડૂત, મહિલા, યુવાન આ તમામના સૂચનોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.