ETV Bharat / bharat

હરિયાણા અને પંજાબના ખેડૂતોમાં જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ અંગે મિશ્ર પ્રતિસાદ

છેલ્લા એક દાયકામાં ખેતી માટે જમીન જંતુનાશક દવાઓનો ઉદાર ઉપયોગ જોવા મળ્યો છે. ખેતીમાં વેપારીકરણનો પગપેસરો થતાં દેશમાં કૃત્રિમ રસાયણોનો ઝડપથી ઉપયોગ શરૂ થયો છે.

Haryana and Punjab farmers express mixed opinion on pesticide ban
હરિયાણા અને પંજાબના ખેડુતોમાં જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ અંગે મિશ્ર પ્રતિસાદ
author img

By

Published : Jun 11, 2020, 1:14 PM IST

જિંદ/લુધિયાણા: છેલ્લા એક દાયકામાં ખેતી માટે જમીન જંતુનાશક દવાઓના ઉદાર ઉપયોગ જોવા મળ્યો છે. ખેતીમાં વેપારીકરણનો પગપેસરો થતાં દેશમાં કૃત્રિમ રસાયણોનો ઝડપથી ઉપયોગ શરૂ થયો છે.

પંજાબ અને હરિયાણા જેવા કૃષિ રાજ્યો જંતુનાશક દવાઓના મોટા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા અને ટૂંક સમયમાં આગાહી પ્રમાણે આ જંતુનાશક દવાઓના દુષ્પ્રભાવો સ્પષ્ટ થઈ ગયા છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી 27 જેટલા જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના તાજેતરના પ્રસ્તાવના પગલે વિવિધ હિતધારકો ખાસ કરીને ઉદ્યોગના ચોક્કસ વર્ગમાં અકળાયો છે. મકાઈ, શેરડી, અડદ, તલ, કઠોળ અને કપાસ સહિત ચોખા અને ઘઉં હરિયાણામાં વવાતા મુખ્ય પાક છે.

જીવાત અને રોગોથી તેમના ઉત્પાદનને બચાવવા માટે ખેડૂતો તેમની 75 % પેદાશમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. બાગકામ માટે પણ જંતુનાશક દવાઓનો ભારે ઉપયોગ થાય છે.

હરિયાણા અને પંજાબના ખેડુતોમાં જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ અંગે મિશ્ર પ્રતિસાદ

નોંધનીય છે કે, જંતુનાશક દવાઓનો માત્ર 1% જંતુઓનો નાશ કરવામાં વપરાય છે અને બાકીની 99% દવાઓ પેદાશોમાં ભળી જાય છે, પરિણામે તેનો વપરાશ કરનારાઓને બીમારી થઇ શકે છે. પ્રતિબંધ અને તેના અસરોને સમજવા માટે ઇટીવી ભારતએ હરિયાણા અને પંજાબના કેટલાક ખેડુતો સાથે વાત કરી હતી.

હરિયાણાના જીંદ જિલ્લાના ખેડુતો રણબીર અને સત્બીરે જણાવ્યુ હતું કે, સરકારનો નિર્ણય માન્ય હોવા છતાં, જંતુનાશકો વિના કૃષિ ખેતી ખૂબ જ અઘરી રહેશે. જો ખેતરોમાં નીંદણ હશે તો મોટા પાયે નુકસાન થશે. આ 'દવાઓ' પર પ્રતિબંધ મૂકવાથી ખેડૂતનો ભાર વધશે, એટલે કે ઉત્પાદનમાં વધુ ખર્ચ થશે.

સ્થાનિક ખેડૂત રામફલ કંડેલાએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે કેમિકલ પર પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ વિકલ્પ આપવા જોઇએ.

ખેડૂત મનોજે ટિપ્પણી કરી કે સરકારે બહુ મોડો નિર્ણય લીધો, કારણ કે છેલ્લા 20-30 વર્ષથી ઘણા દેશોમાં જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ છે. આ દરમિયાન રાજુન્દર અને રામજીત, લુધિયાણાના ખેડુતોએ જણાવ્યું હતું કે. પરિસ્થિતિ અને સંજોગો ના દબાણ કારને ખેડુતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે કેમ કે આ દવાઓ ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદ કરે છે.

હિસારની ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના જંતુ વિજ્ઞાન વિભાગના વડા યોગેશ કુમાર અનુસાર વિવિધ શાકભાજી અને ફળો ઘણાં વિવિધ પ્રકારના જંતુઓ અને જીવાતોને આકર્ષે છે.

કુમારે જણાવ્યુ કે હતું કે, "ખેડુતો જંતુઓ અને જીવાતોને નિયંત્રણમાં રાખવા માટે રસાયણોનો ઉપયોગ કરે છે, જો તેઓ તેમ ન કરે તો તેમની પેદાશોને નુકસાન થશે કેમ કે જીવાતગ્રસ્ત શાકભાજી બજારમાં ખરીદવામાં આવતી નથી."

જો કે, તેમણે આ હકીકત પર ભાર મૂક્યો કે આ રાસાયણિક જંતુનાશકો શક્ય તેટલા ઓછા ઉપયોગમાં લેવા જોઈએ.

કુમારે જણાવ્યું કે, "જંતુનાશક દવાઓ સિવાય, ખેતરોમાં શક્ય તેટલી ઉડાણપૂર્વક વાવણી કરવી આવશ્યક છે, જેના કારણે હાનિકારક લાર્વા અને જીવાતો માટે સપાટી પર આવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી , જ્યાં તેઓ પક્ષીઓ અને સૂર્યપ્રકાશથી નાબૂદ થાય છે."

તેમણે એમ પણ કહ્યું હતું કે જંતુનાશક દવાઓનો ઉપયોગ નિયમનકારી માત્રામાં થવો જ જોઇએ અને માર્ગદર્શન પ્રમાણે રાહ જોવાની અવધિ પૂરી થયા પછી જ ઉપજ મંડીમાં લઈ જવી જોઈએ.

(પંજાબ) લુધિયાણાના મુખ્ય કૃષિ અધિકારી ડો. નરિન્દર પાલ સિંહ બેનિવાલના જણાવ્યા મુજબ, સરકારી યોજના હેઠળ પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરાયેલ જંતુનાશકો એ છે જે માનવ સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરે છે.

તેમણે અભિપ્રાય આપ્યો હતો કે સરકારે યોગ્ય પગલું ભર્યું છે અને ઓર્ગેનિક ખેતી પર વધુ ભાર આપવામાં આવશે.

જાહેરનામું બહાર પાડ્યા પછી કૃષિ મંત્રાલયે ઉદ્યોગો અને ઉત્પાદકોને દાવા અને વાંધા નોંધાવવા માટે 45 દિવસનો સમય આપ્યો છે.

કેન્દ્ર સરકાર જે પેસ્ટિસાઇડ્સ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે તે એસ્ફેટ, અલ્ટ્રિજિન, બેનફારાકાર્બ, બટાચલોર, કેપ્ટન, કાર્બેડેનજીમ, કેબુપ્રોફેન, ક્લોરપીરીફોસ, ૨.4-ડી, ડેલ્ટામેથ્રિન, ડિકોફોલ, ડિમેથોટ, ડાયનોબેપ, માન્કોન, માન્કો મિથોમિલ, મોનોક્રોટોફોસ, ઓક્સીફ્લોરિન, પેડમંથલિન, કુનેલફોસ, સુલ્ફિસુલફોર્ન, થાઇડોકર્બ, થાઇપનેટ મેથિલ, થેરમ, ગીનીબ અને ગિરમ .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.