નવી દિલ્હી: કોંગ્રેસની આગેવાની માટે વધી રહેલી ચિંતાઓની વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉતરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે કહ્યું કે, રાહુલ ગાંધીને ફરી પાર્ટી અધ્યક્ષ બનાવવા માટેનો યોગ્ય સમય છે. રાવતે આ નિવેદન પહેલા શશિ થરૂર અને સંદીપ દીક્ષિત જેવા પાર્ટીના નેતાઓએ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષથી હટવાના નિર્ણયનું સન્માન કરતા આ પદ માટે ફરી ચૂંટણી કરાવવાનો સૂચન કર્યું હતું.
હરીશ રાવતે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના હારની જવાબદારીને લઇને રાહુલ ગાંધીએ ઉચિત સંદેશને બધા સુધી પહોંચાડ્યો છે. જેનો હેતું પૂર્ણ થઇ ગયો છે. હવે તેને આગળ વધારવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું કે, પાર્ટીના કાર્યકર્તાઓ ઇચ્છે છે કે, રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બને. દેશ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યોં છે. એવા સમયે રાહુલ ગાંધી માટે કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટે યોગ્ય છે.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે કહ્યું કે, આ વિશે અંતિમ નિર્ણય રાહુલ ગાંધીનો જ છે. હરીશ રાવતે કહ્યું કે, દેશમાં બેરોજગારી વધી રહી છે. આર્થિક સુસ્તી અને કૃષિ સંકટ અને CAA જેવા મુદ્દાઓના કારણે દેશમાં સમાજિક વિભાજન પેદા થયું છે. જે કારણે રાહુલ ગાંધી જલ્દી જ વાપસી મહત્વપૂર્ણ બની રહેશે. કોંગ્રેસ પાર્ટીમા પ્રિયંકા ગાંધી અને મહત્વપૂર્ણ ભૂમિકા વિશે રાવતે કહ્યું કે, તેઓ કોંગ્રેસનો પહેલાથી ભાગ છે. પ્રિયંકા ગાંધીએ ઘણી વાર કહ્યું છે કે, રાહુલ ગાંધી તેમના નેતા છે. ઉલ્લેખનીય છે કે, અટકળો છે કે, સંસદના બજેટ સત્ર સમાપ્ત થયા બાદ એપ્રિલમાં એક પૂર્ણ અધિવેશન કરશે.