19 વર્ષની ઉંમરે પહેલી વખત પોતાની માનાં સંસદીય વિસ્તાર પીલીભીતમાં ચૂંટણી દરમિયાન દેખાયા. તે સતત પોતાની માતા મેનકા સાથે ચૂંટણી પ્રચારમાં જોવા મળતા હતા. જ્યાં લોકો સાથે પોતાની ઓળખાણ કરતા કરાવતા હતા.
અસંખ્ય સાંસ્કૃતિક પુસ્તકો વાંચવાના શોખીન વરુણ ગાંધી 20 વર્ષની ઉંમરમાં જ પોતાની 'દ ઓથનસ ઑફ સેલ્ફ' નામનું પુસ્તક લખી નાખ્યુમ, જેનું લોકાર્પણ દેશના અનેક નામી અનામી હસ્તીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ કવિતાઓની સાથે સાથે બહારી દુનિયા સાથેના સંબંધો પર લખી રહયા છે.
તેઓ પોતાની ઓળખાણ પોતાની જાતે જ કરવામાં માંગે છે તેઓ નથી ઈચ્છતા કે તેમને કોઈ વિરાસતમાં મળેલી રાજકીય પાર્ટીના નેતા તરીકે ન ઓળખે. તેમને આ વિશે ક્યારેય વિચાર્યું જ નથી કે, તેમને કોઈ કોંગ્રેસ અથવા સોનિયા ગાંધીને કારણે ઓળખે.
ઓગસ્ટ 2011માં જ્યારે લોકપાલ માટેનું આંદોલન થઈ રહ્યું હતું ત્યારે વરુણે જ પોતાની સરકારી આવાસ અન્ના હજારેને આપી દીધું હતું. અન્ના હજારેને જ્યારે જેલમાં બંધ કરી દેવામાં આવ્યા ત્યારે વરુણ ગાંધીએ જ લોકપાલ બીલની રજૂઆત કરી હતી. ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ લડાઈમાં વરુણ એક આમ આદમીના ભાગ રૂપે રામલીલા મેદાનમાં પહોંચ્યા હતાં.
માર્ચ 2013માં રાજનાથ સિંહ તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતાં. તેથી ભાજપના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે મહાસચિવ બનવાનો રેકોર્ડ તેમના નામે છે. 2013માં તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી પણ બનાવ્યા હતાં.