મહત્વનું છે કે, પાકિસ્તાની એજન્સીઓએ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને અન્ય 12 વ્યક્તિઓ આતંકી ફંડિગ પુરુ પાડવાના વિવિધ અપરાધોમાં ગુનો નોંધ્યો હતો. આ પહેલાં પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદ દ્વારા ચલાવવામાં આવી રહેલી શાળાઓ બંધ કરાવવાની કાર્યવાહી કરી ચૂકી છે.તમને જણાવી દઈએ કે, આતંકવાદી હાફિઝ સઈદ 2008માં મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે, જેમાં 164 લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ અમેરિકાએ પણ તેના પર 1 કરોડ ડૉલરનું ઈનામ જાહેર કર્યું હતું.
દુનિયાના ખતરનાક આતંકીઓ પૈકીના એક હાફિઝ સઇદ પાકિસ્તાનમાં રહી ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ ષડ્યંત્રો રચી રહ્યો છે. સઇદનો અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આંતકીઓની યાદીમાં સમાવેશ કરાયો છે, પરંતુ આજે પણ એ ભારત વિરૂદ્ધ ઝેર ઓકતો રહ્યો છે. શરૂઆતમાં હફિઝ સઈદને નજરકેદ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આઝાદ પણ કરવામાં આવ્યો હતો. જેની આઝાદી પર ભારત સાથે અમેરિકાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. હાફિઝે આઝાદ થતાંની સાથે જ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની ધમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં પાકિસ્તાને શરણાગતિ સ્વીકારતાં પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું હતું. જેથી બાંગ્લાદેશનાં નામથી નવા દેશનો ઉદય થયો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનની ભારત સામે કરારી હાર થઇ હતી, એટલું જ નહીં પાકિસ્તાનના બે ટુકડા પણ થઈ ગયા હતા.