ETV Bharat / bharat

આજે ગુરુ પૂનમ, આવી રીતે કરો ગુરુનું પૂજન - ગુરુ પૂર્ણિમાની ઉજવણી

આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. મનુષ્યના જીવનમાં જન્મ આપનારા માતા-પિતા પછી સૌથી વધારે જો કોઈ વ્યક્તિની અસરકારતા ઊભી થતી હોય તો તે છે આપણા ગુરુ. કારણ કે, ગુરુ જ એક એવી પ્રતિભા છે જે માણસને સાચા રસ્તે લઈ જવામાં સિંહફાળો ભજવતા હોય છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jul 5, 2020, 7:49 AM IST

Updated : Jul 5, 2020, 7:54 AM IST

ન્યૂઝ ડેસ્ક: આજે ગુરુ પૂમન છે, ત્યારે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ પણ આજે દિવસે થયો હતો. જેથી આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી મોસમમાં પણ ફેરફાર છે. આ દિવસે શિષ્ય દ્વારા ગુરુની આરાધના કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આમ, આજે 5 જુલાઇ રવિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. અષાઠ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂનમે શિષ્ય પોતાના ગુરુની આરાધના કરે છે. આજે શિષ્ય ગુરુના આશીર્વાદ લઈ દક્ષિણા, ફૂલો, કપડાં વગેરે અર્પણ કરે છે.

ગુરૂ શબ્દનો આમ પણ જોવા જઈએ તો ઘણો વિશાળ અને ગહન અર્થ પ્રાપ્ત થાય છે. 'ગુ' અંધકાર અને 'રુ' પ્રકાશ તરફ લઈ જવું. તેવો સર્વ સામાન્ય અર્થ સરી આવે છે. તેથી તેનું આખુ સ્વરૂપ કરવા જતાં અંધકારમાંથી પ્રકાશ તરફ જે લઈ જાય તે જ સાચા ગુરુ કહી શકાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં ગુરુને સૌથી વધુ મહાત્મય આપવામાં આવ્યું છે, કારણે જ્યારે માણસના જીવનમાં તે દરેક જગ્યાએથી ઘેરાયેલો હોય છે ત્યારે તેને રસ્તો બતાવનારા ખાલી ગુરુ એક જ હોય છે.

આજના દિવસે તમામ ગુરુસ્થાન તથા સાધુ સંતોની અલખ ઘુણીમાંથી પરમ કૃપાળુ દ્રષ્ટિ તેમના શિષ્યો પર આશીર્વચન વરસાવતી હોય છે. જેને લઈ તમામ ગુરૂ સ્થાનમાં આજના દિવસે શિષ્યો તેમના ગુરુના ચરણોમાં મસ્તક નમાવવાનું ચુકતા નથી. આવી જ રીતે ગુરુ પણ પોતાના શિષ્યોને જરા પણ વેગળા મુક્યા વગર જીવનના સાચે રસ્તા તરફ ગતિ કરે તેવી હંમેશા અભિલાષા સેવતા હોય છે.

એટલે તો કહેવાયું છે કે, શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર:, ગુરુ: સાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ તો વળી અન્ય જગ્યાએ ગુરુ માટે ખાસ ધ્યાનાર્હ બાબત પણ વર્ણવામાં આવી છે કે, “ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “ અર્થાત, ગુરુની આપણા જીવનમાં ગોવિંદ(પ્રભુ) કરતાં પણ વધારે છે, કેમ કે ગુરુએ આપેલા જ્ઞાન મારફતે જ આપણે યોગ્યતા તરફ પ્રયાણ કરી પ્રકાશમાન દીપક સમાન પરમ કૃપાળુ પરમાત્મા સુધી પહોંચીને તેની ઝાંખી કરી શકીએ છીએ.

ગુરુની પૂજા કેવી રીતે કરવી?

  • ગુરુને ઉંચા આસન પર બેસાડો.
  • ગુરુના પગ પાણીથી ધોવો.
  • પગ પર પીળા કે સફેદ ફૂલો ચઢાવો.
  • સફેદ અથવા પીળા કપડાં આપો.
  • મીઠાઈ અર્પણ કરો દક્ષિણા આપો.

Last Updated : Jul 5, 2020, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.