ગુરુગ્રામ પોલીસની દુર્ગા શક્તિ મહિલા રૈપિડ એક્શન ફોર્સે અને સેક્ટર-56ની ટીમે સાથે મળી કૌંભાડ ઝડપ્યુ છે. દુર્ગા શક્તિ મહિલા રૈપિડ એક્શન ફોર્સેને બાતમી મળી હતી કે મકાન A-60, સુશાન્ત લોક સેક્ટર-57, ફેસ-3, મકાન ભાડે રાખવામાં આવ્યુ છે. જેમાં દેહ વ્યપાર કરવામાં આવે છે. ગુરમીત સિંહ નામનો શખ્સ યુવતીઓને લઈને આવતો હતો. હરિશ નામના શખ્સ યુવતીઓનો સંપર્ક કરાવતો હતો. દેહ વ્યપારના અડ્ડા પર ભોજારાજ નામનો શખ્સ ચોકીદાર કરતો હતો.
ગુરુગ્રામ પોલીસે ઘટના સ્થળેથી 6 યુવતીઓ સહિત 18 આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. ગુરૂગ્રામમાં પોલીસે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.