- જમ્મુ કાશ્મીર DDC ચૂંટણી પરિણામ
- 370 કલમ રદ્દ થયા બાદ પ્રથમ ચૂંટણી
- ભાજપે કાશ્મીરમાં પ્રથમ વખત ખીલવ્યું કમળ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં DDC ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં પ્રથમ વખત ભાજપે કાશ્મીરમાં કમળ ખીલવ્યું છે. કાશ્મીરમાં ભાજપે 4 બેઠક પર જીત મેળવી છે, જ્યારે 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ભાજપે નેશનલ કોંગ્રેસ અને પીડીપી જેવી સ્થાનિક પ્રભાવશાળી પાર્ટીઓનો સામનો કરીને કાશ્મીરમાં પ્રથમ વખત ચૂંટણી જીતી છેય એઝાઝ હુસૈને શ્રીનગરમાં ખોન્મોહ - જિલ્લા વિકાસ પરિષદની 2 બેઠક જીતી છે. જ્યારે એઝાઝ અહમદ ખાને બાંદીપોરા જિલ્લામાં તુલૈલ બેઠકમાં જીત મેળવીને પાર્ટીને ખૂશ થવાની વધુ એક તક આપી છે.
કાશ્મીરમાં રાષ્ટ્રવાદી કદ વધારી રહ્યા છે
હુસૈને પોતાની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને પાર્ટી કાર્યકર્તાની આકરી મહેનતને શ્રેય આપીને કહ્યું કે, ડીડીસી ચૂંટણીમાં ભાજપ અને બીજા પક્ષો વચ્ચે ટક્કર હતી. તેમણે અહીંયા SKICC સ્થિતિ મતગણતરી કેન્દ્ર બહાર પત્રકારોને કહ્યું કે, આ ભાજપની જીત છે. દપષ્પ્રચારનો પર્દાફાસ થયો છે. કારણ કે, લોકોને વડાપ્રધાન અને તેમની નીતિઓમાં વિશ્વાસ છે. આ સંદેશ છે કે, કાશ્મીરમાં રાષ્ટ્રવાદી કદ વધારી રહ્યા છે.
મુખ્તાર અબ્બાસે કર્યો હતો પ્રચાર
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ મુખ્યત્વે શ્રીનગર જિલ્લામાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. હુસૈને કહ્યું કે, ભાજપે ખીણમાં સ્થાનિક પાર્ટી વિરુદ્ધ સારી લડત આપી છે. જે ગુપકર નામના મંચ પર એક સાથે આવ્યા છે.
ભાજપે ખીણની બેઠકમાં જીત મેળવી
તેમણે કહ્યું કે, આ તમામ ભયભીત હોવાના કારણે ભાજપ વિરુદ્ધ એકજુટ બનીને આવ્યા છે, પરંતુ આમ છતાં ભાજપે ખીણની બેઠકમાં જીત મેળવી છે. હવે તેમને વિચાર કરવાની જરૂર છે. કારણ કે, લોકો વિકાસ ઈચ્છે છે અને આ વિકાસના વોટ છે. ભાજપના ઉમેદવારે કહ્યું તકે, ગઠબંધન સાંપ્રદાયિક દુષ્પ્રચાર કરી રહ્યું છે, પરંતુ આ જીત દર્શાવે છે કે, હવે તેમના માટે કોઈ સ્થાન નથી.
33 બેઠકનું પરિણામ બાકી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરની ડીડીસી ચૂંટણીનું પરિણામ આજે મંગળવારે જાહેર થયું છે. 280 બેઠકના પરિણામમાંથી 247 બેઠકનું પરિણામ જાહેર થયું છે, જ્યારે 33 બેઠકનું પરિણામ હજુ આવવાનું બાકી છે.