આ બેઠક દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરંસના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાને સંસદ સત્રમાં હાજર રહેવા માટેની ભલામણ કરી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે ફારુક અબ્દુલાને સંસદના સત્રમાં હાજર રહેવા દેવાની માગ કરી છે. જેના પર સંસદીય કાર્યમંત્રીએ કહ્યું હતું કે, ફારુક અબ્દુલા પર કોર્ટ નિર્ણય લેશે, સરકાર નહીં.
![winter session of Parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5093940_tfmn.jpg)
ગુલામ નબી આઝાદે આગળ કહ્યું હતું કે, અમે ત્રીજો મુદ્દો એ પણ રાખ્યો છે કે, ફારુક અબ્દુલા સાહેબને સાડા ત્રણ મહિનાથી કેમ બંધ રાખવામાં આવ્યા છે. અમે માગ કરી છે કે,આ સત્રમાં ફારુક અબ્દુલાને સત્રમાં હાજર રહેવાની મંજૂરી મળે.