ETV Bharat / bharat

કોંગ્રેસના 19 ધારાસભ્યોને આબુરોડની રિસોર્ટમાં રાખવામાં આવ્યા

author img

By

Published : Jun 8, 2020, 2:03 AM IST

રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય છે. જેથી કોંગ્રેસે પોતાના 19 ધારાસભ્યોને રાજસ્થાનમાં મોકલ્યા છે.

ETV BHARAT
કોંગ્રેસના 19 ધારાસભ્યોને આબુરોડની રિસોર્ટમાં રાખવામાં આવ્યા

આબુરોડ: રાજ્યસભાને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. જેથી કોંગ્રેસે પોતાના 19 ધારાસભ્યોને રાજસ્થાન-ગુજરાતની સરહદ આબુરોડના એક રિસોર્ટમાં રાખ્યા છે.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, તે માત્ર ફરવા માટે આહીંયા આવ્યા છીંએ. અમને કોઈ પ્રકારના ક્રોસ વોટિંગનો ભય નથી. જે વેચાવાના હતા, તે વેચાઈ ગયા છે. રિસોર્ટમાં આવેલા લોકો પાર્ટી સાથે છે અને ટકાઉ ધારાસભ્યો છે.

બીજી બાજુ લોકડાઉન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને રિસોર્ટમાં રહેવાની પરવાનગી આપવા પર ભાજપે વિરોધ નોંધાવ્યો છે. પાલિકા પ્રમુખ સુરેશ સિંધલની આગેવાનીમાં ભાજપના નેતાઓ રિસોર્ટ પર પહોંચ્યા હતા અને હોટલ માલિક વિરુદ્ધ કાર્યવાહીની માગ સાથે વિરોધ દર્શાવ્યો હતો.

આ સમયે કોંગ્રેસના નેતાઓએ રાજકોટમાં નીલ સિટી રિસોર્ટના માલિક વિરુદ્ધ નોંધાયેલી FIR સામે વિરોધ નોંધાવ્યો હતો.

રિસોર્ટના માલિક વિરુદ્ધ FIR નોંધાયા બાદ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, 4 દિવસ અગાઉ અમદાવાદના મેયરે ' કેરી મહોત્સવ'માં ભાગ લીધો હતો. તેમની સામે કોઈ FIR નોંધાઈ નહોતી, પરંતુ અમારી સામે FIR દાખલ કરવામાં આવી છે. અમે આની સામે અવાજ ઉઠાવી રહ્યા છીંએ.

રાજ્યમાં રાજ્યસભઆ ચૂંટણીની 4 બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. જેને લઇને હવે કોંગ્રેસમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો, જીતુ ચૌધરી, અક્ષય પટેલ અને બ્રિજેશ મેરજાએ ભાજપનું કમળ પકડી લીધું છે. એવામાં હવે કોંગ્રેસમાં વધુ ધારાસભ્યોના પક્ષપલટાનો ભય છે.

સિદ્ધાર્થ પટેલની દેખરેખમાં આબુરોડ મોકલવામાં આવેલા ધારાસભ્યોમાં ચંદન ઠાકોર, ભરત ઠાકોર, ગેનીબેન ઠાકોર, શિભા ભુરિયા, ગુલાબસિંહ રાજપૂત, કાંતિ ખરાડી, સી.જે.ચાવડા, બળદેવ ઠાકોર, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહિલ, મહેશ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, અશ્વિન કોટવાલ, જશુ પટેલ, નૌશાદ સોલંકી, લખાભાઈ ભરવાડ, નાથાભાઈ પટેલ અને સુરેશ પટેલ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.