ETV Bharat / bharat

ગુજરાત પેટા ચૂંટણીઃ જાણો ભાજપના ઉમેદવારોની રાજકીય કુંડળી - વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી

અમદાવાદઃ દેશમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યાં ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ છે. જેને લઈ ભાજપે 6 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, સોમવારે વિજય મુહૂર્તમાં આ ઉમેદવારો ફોર્મ ભરશે.

latest gujarat bjp news
author img

By

Published : Sep 30, 2019, 3:04 PM IST

જાહેર કરાયેલા ઉમેદવારોમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે ધવલસિંહ ઝાલા બાયડ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકને મેદાનમાં ઉતાર્યા છે.

લુણાવાડા બેઠક- જીજ્ઞેશ સેવક
લુણાવાડા બેઠક ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપે જીજ્ઞેશ સેવકને મેદાનમાં ઉતાર્યા છે. જીજ્ઞેન સેવક મહીસાગર જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ છે અને લુણાવાડાના વતની છે અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યાં છે.

બાયડ બેઠક- ધવલસિંહ ઝાલા
અરવલ્લી જિલ્લાના બાયડમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી કોંગ્રેસના ધારાસભ્ય ધવાલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું હતું. જેથી પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ધવાલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા બાદ તેમને આ સીટ પર મેન્ડેટ આપવામાં આવ્યું છે.

રાધનપુર બેઠક- અલ્પેશ ઠાકોર
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી છે અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના અને OBC એકતા મંચની સ્થાપના કરી છે. કોંગ્રેસ પક્ષથી પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. શંકરસિંહ વાઘેલા રચિત શક્તિ દળમાં યુવા આગેવાન રહ્યા. ૨૦૦૮માં કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ અને નિષ્ક્રિય થઈ ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા. ૨૦૧૩માં ઠાકોરસેનાની સ્થાપના કરી. ૨૦૧૬માં પાટીદાર આંદોલનના પગલે OBC એકતા મંચની સ્થાપના કરી. ૨૦૧૭માં કોંગ્રેસમાં જોડાયા. ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું અને બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો. બાદમાં કોંગ્રેસમાંથી રાધનપુર બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને બાદ રાજીનામું આપી જુલાઈ, 2019ના રોજ ભાજપમાં જોડાઈ ગયાં.

અમરાઈવાડી બેઠક-જગદીશ પટેલ
અમરાઈવાડી બેઠક પર ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટી સાંસદ સભ્ય બનતા બેઠક ખાલી પડી હતી. જેના પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે આ વખતે અમરાઇવાડી બેઠક પર જગદીશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ખેરાલુ બેઠક- અજમલભાઇ ઠાકોર
આ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. ખેરાલુ બેઠક પર ભાજપે અનેક દાવેદારોની ચર્ચા વચ્ચે અજમલ ઠાકોરની પસંદગી કરી છે. ઠાકોર સમાજના આગેવાન અજમલ ઠાકોર છેલ્લી 2 ટર્મથી ખેરાલુ તાલુકા ભાજપના મહામંત્રી છે. તેમજ તે ખેરાલુ તાલુકા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. અજમલ ઠાકોર આરએસએસના સક્રિય કાર્યકર્તા છે અને તેઓ ગ્રામસેવક તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

થરાદ બેઠક- જીવરાજ પટેલ
ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ જીવરાજ પટેલ પર વિશ્વાસ મુક્યો છે. જીવરાજ પટેલ થરાદના નાગલા ગામના વતની છે અને ધોરણ-10 પાસ છે. હાલ થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ છે. જીવરાજભાઈના પિતા જગતાભાઈ પણ સમાજ સુધારક હતા. જીવરાજ પટેલ આજણા ચૌધરી સમાજમાંથી આવે છે. ભાજપના સક્રિય કાર્યકર છે.

Intro:Body:

ગુજરાત પેટા ચૂંટણીઃ જાણો ભાજપના ઉમેદવારોની રાજકીય કુંડળી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.