નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST પરિષદ શુક્રવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં બિસ્કિટ જેવા અનેક ઉત્પાદનોના કરમાં ઘટાડો કરવાની માગને નકારવામાં આવી હતી. તો સમુદ્રી નૌકાના ઇંધણ અને ગ્રાઈંડર સહિતના અનેક ઉત્પાદનો પર GST કરમાં રાહત આપવામાં આવી હતી.
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "1,001થી 7500 રુપિયા સુધી હૉટલની રૂમ પર GSTની દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. તેમજ 7500થી વધુ રૂમ ધરાવતી હૉટલ પર 28 ટકા GST દર ઘટાડી 18 ટકા કરાયો છે. એક હજારથી ઓછા રૂમવાળી હૉટલ પર GST લાગુ પડશે નહીં."
GST દરમાં કરાયેલાં ફેરફાર...
- 1500 cc ડીઝલ વાહનો અને 1200 cc સુધીના પેટ્રોલ એન્જિનવાળા વાહનો પર 28 ટકા GST સાથે તેની પર લાગતાં પેટાકરમાં ક્રમશઃ ઘટાડો કરાયો છે. પણ આ વાહનોની લબાંઈ 4 મીટરથી વધુ ન હોવી જોઈએ અને તેમાં 9 વ્યક્તિઓ બેસી શકે તેટલી જગ્યા હોવી જોઈએ. ઉપરાંત 10થી 13 સીટોવાળા વાહનોના કર આ પ્રકારે ઘટાડો કરાયો છે.
- રેલવે કોચ અને વેગન પરના GST દરમાં 5 ટકાથી વધારીને 12 ટકા કરાયો છે. નશીલા પદાર્શોમાં GST વર્તમાન GST 18 ટકો છે, જેમાં વધારો કરીને 28 ટકા કરવામાં આવ્યો છે. આમ, નશીલા પદાર્થોમાં 12 ટકાનો વધારો કરાયો છે.
- હીરા, રૂબી, પન્ના અને નીલમને છોડીને અન્ય પોલીશ કરાયેલાં અર્ધ મૂલ્યવાન રત્નોના 3 ટકા દરને ઘટાડીને 0.25 ટકા કરવામાં આવ્યો છે. સાથે ભારતમાં ઉત્પન્ન ન થતાં કેટલાંક ઉત્પાદનોને GSTમાંથી રાહત આપવામાં આવી છે.
- પોલીથીન થેલીઓ પર એકસમાન 12 ટકા GST લાગુ પડશે.
આમ, GST પરિષદમાં 20 સેવાઓના કરમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય પણજીમાં અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લેવાયા છે. જેમાં સ્થાનિક કંપનીઓ, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવા યુનિટ સ્થાપનારા રોકાણકારો માટે મોટી ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. કોર્પોરેટર કરના દરમાં કોઈ પણ ઘટાડો કર્યા વિના 22 ટકા દર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 1 ઓક્ટોબર, 2019થી, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્થાપિત એકમો પરનો ટેક્સ રેટ ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મુશ્કેલ વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિ વચ્ચે દેશનો આર્થિક વિકાસ દર પાંચ ટકા સુધી નીચે ગયો છે. જે છ વર્ષની નીચી સપાટીએ છે.