ETV Bharat / bharat

ખેડૂત આંદોલનઃ ભુખ હડતાળ પર ઉતરશે ખેડૂતો, હરિયાણામાં નહી વસુલવા દે ટોલટેક્ષ

કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખડૂતોના આંદોલનનો આજે 26મો દિવસ છે. આ કડીમાં ખેડૂતો પોતાના આંદોલનને વધુ તેજ બનાવવા આજે ભુખ હડતાળ પર ઉતરશે.

Farmer
Farmer
author img

By

Published : Dec 21, 2020, 9:26 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખડૂતોના આંદોલનનો આજે 26મો દિવસ છે. આ કડીમાં ખેડૂતો પોતાના આંદોલનને વધુ તેજ બનાવવા આજે ભુખ હડતાળ પર ઉતરશે. આ સાથે જ 25 થી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં તમામ રાજમાર્ગો પર ટોલ વસુલ નહી કરવા દે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર એક બે દિવસમાં પ્રદર્શનકારીઓના સમુહ સાથે તેમની માંગો પર વાતચીત કરે.

  • કિસાન સંગઠને દાવો કર્યો છે કે આંદોલનમાં સામેલ 30 કરતાં વધારે ખેડૂતોના હાર્ટઅટેક અને રોડ અકસ્માત જેવા વિભિન્ન કારણોથી મોત થયા છે.
  • કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે આ મુદ્દા વાતચીત કરવા માટે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કર્યુ છે, કેન્દ્રિય વાણિજય અને ઉદ્યોગપ્રધાન પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજયપ્રધાન સોમપ્રકાશ આ સમિતિમાં સામેલ છે.
  • કિસાન સંગઠનોએ વડાપ્રધાન મોદી અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને એક ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતોએ વિપક્ષ પર ગુમરાહ કરવાના લાગેલા આક્ષેપ પર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
  • આજથી 21 ડિસેમ્બરથી સતત પ્રદર્શનની તમામ જગ્યાઓ પર 11 ખેડૂતો ભુખ હડતાળ પર ઉતરશે
  • 23 ડિસેમ્બરે કિસાન દિવસ પર દેશના કેડૂતો બપોરનું ભોજન નહી બનાવે
  • 25 ડિસેમ્બરે BKU કાર્યકર્તા બીજેપી નેતાઓને મેમોરેન્ડમ આપીને જવાબ માગશે
  • 26 ડિસેમ્બરે મોદી સરકારના ઘટકોને સમજૂતી આપીને કાયદો પાછો ખેંચવાની માંગ કરવામાં આવશે
  • 26 અને 27 ડિસેમ્બરે હરિયાણામાં ટોલ પ્લાજા ફ્રી કરવામાં આવશે
  • 22 ડિસેમ્બરથી અદાણીના તમામ ખાદ્ય ઉત્પાદ જેવા કે, ફોર્ચ્યુનનો લોટ અને તેલ જેવી વસ્તુનો બહિષ્કાર કરશે
  • 27 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ દરમિયાન દેશભરમાં ખેડૂતો થાળી અને તાળી વગાડી વિરોધ કરશે

દિલ્હીની વિભિન્ન સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિ કાયદાને લઈ છેલ્લા ચાર અઠવાડિયાથી પ્રદર્શન કરી રહ્યા છે, તેમની માંગ કૃષિ કાયદાને રદ્દ કરવાની છે.

કેન્દ્રિય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ સંદર્ભે ખેડૂતોના 40 સંગઠનોને પત્ર લખ્યો છે. જેમાં કેન્દ્ર દ્વારા ખેડૂતોની દરેક સમસ્યા અને ચિંતાનું નિરાકરણ લાવવા માટે સંભવ તમામ પ્રયાસો કરવાની વાત કરવામાં આવી છે. સરકારે અત્યાર સુધીમાં પાંચ વાર ખેડૂતોના લીડર સાથે વાતચીત કરી છે, જે સફળ રહી નથી. ખેડૂત નેતાઓની એક વાર કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ બેઠક થઈ ચુકી છે. તેમ છતાં પરિસ્થિતિ એની એ જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.