ETV Bharat / bharat

કેન્દ્રએ ફ્લાઇટ ટિકિટ કેન્સિલેશન અને રિફંડ માટે માર્ગદર્શિકા જાહેર કરી - આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટ બુક

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે, લોકડાઉન દરમિયાન કોઈપણ મુસાફરો કે જેણે કોઈ સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે, ત્યા એરલાઇન્સ દ્વારા વર્તમાન સંકટને જોઇ તમામ મુસાફરોને રિફંડ પરત કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.

કેન્દ્રએ ફ્લાઇટ ટિકિટ કેન્સિલેશન અને રિફંડ માટે માર્ગદર્શિકા જાહેર કરી

author img

By

Published : Apr 16, 2020, 9:16 PM IST

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરોને રાહત આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, લોકડાઉન દરમિયાન જે પણ મુસાફરોએ કોઈપણ ઘરેલું અથવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે, તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સંદર્ભે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોકડાઉન દરમિયાન બુક કરાયેલી ટિકિટ અને તેમની રિફંડ નીતિનો ઉલ્લેખ કરીને તમામ ખાનગી એરલાઇન્સના સીઈઓને બુધવારે સમન્સ જાહેર કર્યું હતું.

મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, મીટિંગ દરમિયાન સરકારે એરલાઇન્સના સીઇઓને ક્રેડિટ સેલની માન્યતા એક વર્ષથી ઘટાડીને છ મહિના કરવા જણાવ્યું છે. જો મુસાફરો આ સમયગાળાની અંદર સુવિધાનો લાભ નહીં લેતા તો તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એરલાઇન્સ વર્તમાન કટોકટીમાં તમામ મુસાફરોને રિફંડ પરત આપવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. એરલાઇન્સે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો દ્વારા ટિકિટ બુક કરાઈ હતી. જો કે, લોકડાઉન પુરો થતાં અને ફ્લાઇટ્સ શરૂ થતાં તેમને બુકિંગનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ગયા અઠવાડિયે ઉડ્ડયન ક્ષેત્રે સલાહ આપતી સંસ્થા સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશન (સીએપીએ) એ સરકારને 14-15 એપ્રિલની મધ્યરાત્રિથી ટિકિટના વેચાણની સમીક્ષા કરવા કહ્યું હતું. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ ખાનગી એરલાઇન્સના વ્યવસાયિક અધિકારીઓ અને ટ્રાવેલ એજન્ટો સાથે બેઠક યોજી હતી. લોકડાઉન પછીની કામગીરી અંગે ચર્ચા થઈ રહી છે અને અમે ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકાની અપેક્ષા રાખી શકીએ છીએ.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાઇરસ સામે લડવા માટે 3 મે સુધીમાં દેશવ્યાપી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.