શ્રીનગર: સરકાર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કાશ્મીર ખીણમાં LPG સિલિન્ડરના સપ્લાયનો બે મહિનાનો સ્ટોક રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
એલએસી પરના વિવાદને ધ્યાનમાં રાખીને આ હુકમ અંગે અટકળો થઈ રહી છે. બીજી તરફ NC નેતા ઓમર અબ્દુલ્લાએ આ પ્રકારના પગલાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યાં છે.
કાશ્મીરમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના ડિરેક્ટર દ્વારા 27 જૂને અપાયેલા આદેશ અનુસાર જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જી.સી. મુર્મુએ 23 જૂને મળેલી બેઠકમાં ભૂસ્ખલનની ઘટનાઓને ધ્યાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે એલપીજીનો પૂરતો સ્ટોક સુનિશ્ચિત કરવા માર્ગદર્શિકા પસારિત કરી હતી.
આ અંગે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ વિરોધ કર્યો હતો. ઓમરે સેનાના રહેવાની જોગવાઈ માટે ગેન્ડરબલ ડિસ્ટ્રિક્ટ પોલીસની એક રજૂઆતને ટાંકીને કહ્યું કે, આવા આદેશો કાશ્મીરમાં ગભરાહટ પેદા કરે છે અને અમે આવું કરવા પાછળું સાચુ કારણ જાણવા માંગીએ છીએ.
વરિષ્ઠ પોલીસ અધિક્ષકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મધ્ય કાશ્મીર જિલ્લામાં આઈટીઆઈ ઇમારતો, મધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત 16 શૈક્ષણિક સંસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.