ETV Bharat / bharat

#Unlock2 ની ગાઇડલાઇન જાહેર, 1 જુલાઇથી દેશભરમાં રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યૂ - કોરોના લોકડાઉન

દેશમાં કોરોના વાઇરસને લીધે લોકડાઉન બાદ હવે અનલોક 2 પહેલી જુલાઇથી લાગુ થશે. આજે આ અનલોક-2ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 1 જુલાઇથી દેશભરમાં રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યૂ રહેશે.

unlock-2
#Unlock2 ની ગાઇડલાઇન જાહેર
author img

By

Published : Jun 29, 2020, 11:12 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને લીધે લોકડાઉન બાદ હવે અનલોક 2 પહેલી જુલાઇથી લાગુ થશે. આજે આ અનલોક-2ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 1 જુલાઇથી દેશભરમાં રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યૂ રહેશે.

અનલોક-2ની ગાઇડલાઇનની મહત્વની વાતો

  • અનલોક-2માં 31 જૂલાઈ સુધી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉન લાગુ રહેશે.
  • કન્ટેઇન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાત પુરતી કામગીરીને જ મંજૂરી મળશે.
  • 1 જૂલાઇથી દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
  • આવશ્યકની સેવાઓ માટે છૂટ મળશે.
  • 31 જૂલાઇ સુધી તમામ શાળા-કોલેજો બંધ રહેશે.
  • કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે, જેને લઇને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
  • આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, મેટ્રો રેલ, સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટેરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર્સ, બાર, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ અને ભીડ ભેગી થાય તેવી કોઈ પણ જગ્યાઓ બંધ રહેશે.
  • સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કૉચિંગ ઈન્સ્ટિટ્યૂશન્સ 31 જુલાઈ સુધી બંધ રહેશે.
  • ઑનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગને પહેલાંની જેમ મંજૂરી યથાવત્ રહેશે.
  • સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટની ટ્રેઇનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સને 15 જુલાઈ, 2020થી શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી અપાઈ છે.
  • સોશ્યલ, પોલિટિકલ, સ્પોર્ટ્સ, એન્ટરટેઈનમેન્ટ, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને મોટા સમૂહમાં ભેગા થાય તેવી તમામ પ્રવૃત્તિઓ પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ રહેશે.
  • જાહેર જગ્યાઓ, કાર્યસ્થળો પર અને પરિવહન દરમિયાન ફેસ કવર પહેરવું જરૂરી છે.
  • આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 જૂલાઇ સુધી પ્રતિબંધ રહેશે.
  • જોકે ગૃહ મંત્રાલય દ્વારા જે આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી મળી હશે, તેમને ઉડાન ભરવાની છૂટ રહેશે.
  • મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને પેસેન્જર ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે.
  • રાત્રિ કર્ફ્યૂનો સમય બદલવામાં આવ્યો છે. જે હવે રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રહેશે.
  • ઇન્ડસ્ટ્રિયલ યૂનિટ, રાષ્ટ્રીય અને પ્રાદેશિક હાઇવે પર લોકોની અવરજવન અને માલની ગાડી, કારગોના લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનને ઉતર્યા બાદ લોકોએ પોતાના સ્થળે જતી વખતે રાત્રિ કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.