ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓ બિન જરૂરી વસ્તુઓનું વેચાણ નહીં કરી શકે: ગૃહ મંત્રાલય - Govt make a U-turn

લોકડાઉન દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓ બિન જરૂરી વસ્તુઓનું વેચાણ કરી શકશે નહીં. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી છે. આ અગાઉ કેન્દ્રએ 20 એપ્રિલથી ઈ-કોમર્સ કંપનીઓને ચીજવસ્તુના વેચાણને મંજૂરી આપી હતી.

Govt make a U-turn, stops sale of non-essential items through e-commerce platforms
ઈ-કોમર્સ કંપનીઓ બિન-આવશ્યક ચીજો વસ્તુઓનું વેચાણ કરી શકશે નહીં: ગૃહ મંત્રાલય
author img

By

Published : Apr 19, 2020, 4:18 PM IST

નવી દિલ્હી: કોરોના વાઈરસના રોગચાળાને રોકવા માટે લોકડાઉન વચ્ચે રવિવારે બિન-આવશ્યક ચીજવસ્તુઓની વેચવાની ઈ-કોમર્સ કંપનીઓની આશાને જોરદાર ઝટકો લાગ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, હવે બિનજરૂરી ચીજોનું વેચાણ લોકડાઉન સમાપ્ત થયા પછી જ થઈ શકે છે. આ અગાઉ કેન્દ્ર સરકારે 20 એપ્રિલથી ઈ-કોમર્સ કંપનીઓને બિન-આવશ્યક ચીજોના વેચાણ માટે મંજૂરી આપી હતી.

હવે તેમાં સુધારો કરીને તેમને ફક્ત ખોરાક, ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણો જેવા આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી છે. ઈ-કોમર્સ કંપનીઓના ડિલિવરી વાહનોને રસ્તા પર ચાલવા માટે અધિકારીઓની પરવાનગી લેવી ફરજિયાત છે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રવિવારે ટ્વીટ કર્યું હતું કે, લોકડાઉન દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા બિન-જરૂરી ચીજોના વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને જારી કરાયેલા નવા આદેશમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ઈ-કોમર્સ કંપનીઓ અને તેમના વાહનોનો ઉપયોગ ફક્ત જરૂરી ચીજોની ડિલિવરી માટે જ કરી શકશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ બિન-જરૂરી ચીજોના ડિલિવરી પર પ્રતિબંધ યથાવત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.