કેન્દ્રીય MSME પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે એગ્રોવિઝન પ્રોગ્રામમાં 'એગ્રિકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગમાં એમએસએમઇ માટે તકો' કાર્યક્રમમાં આ વિષે વાત કહી હતી.
તેમણે જણાવ્યું હતું કે નાના અને મધ્યમ એકમોએ સમયસર લોન ચૂકવીને ક્રેડિટ વિકસાવવી જોઈએ અને ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ નાના વ્યવસાયો ઉભા કરવા જોઈએ.
ગડકરીએ MSME મંત્રાલય તરફથી તમામ શક્ય સહાય મેળવવાની ખાતરી આપી છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે ટેક્સ અને લોનની સમયસર ચુકવણી કરવાથી એકમોનું સારું રેટિંગ સુનિશ્ચિત થશે અને તે યુનિટને ડિજિટલ ડેટા આધારિત ક્રેડિટ રેટિંગ મળશે.
દેશની કુલ નિકાસમાં એમએસએમઇ ક્ષેત્રનો 49 ટકા ફાળો રહ્યો છે. ગડકરીએ મહારાષ્ટ્રના વિદર્ભમાં કાયમી સંસ્થા શરૂ કરવા અંગે પણ માહિતી આપી હતી, આ સંસ્થા વર્ષ દરમિયાન ખેડૂતોને કૃષિ માહિતી અને તાલીમ પ્રદાન કરશે.