ETV Bharat / bharat

ચીનને વધુ એક ઝટકો, વધુ 47 ચીની એપ પર લગાવ્યો પ્રતિબંધ - 47 એપ્લિકેશન્સ

ભારતે એકવાર ફરી ચીનને મોટો ઝાટકો આપતા વધુ 47 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાસ્તવમાં આ એપ્સ પહેલા પ્રતિબંધ કરાયેલી એપ્સના ક્લોન એપ તરીકે કામ કરી રહી હતી. સરકારે આ પહેલા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંદ લગાવ્યો છે. જેમાં ટિક્ટોક, યુસી બ્રાઉઝર, વી ચેટ, સહીત ઘણી પ્રચલિત એપ પણ સામેલ હતી.

47 ચીની એપ પર લગાવ્યો પ્રતિબંધ
47 ચીની એપ પર લગાવ્યો પ્રતિબંધ
author img

By

Published : Jul 27, 2020, 3:59 PM IST

નવી દિલ્હી: ચીન પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.47 એપ્લિકેશન્સ અગાઉ પ્રતિબંધિત એપ્લિકેશનોની ક્લોન્સ છે.

માહિતી મુજબ આ પ્રતિબંધિત એપ્સમાં મોટા ભાગે ક્લોનિંગવાળી એપ્સ શામેલ છે. એટલે કે આ એપ્સ થોડા સમય પહેલા બેન કરાયેલી એપ્સના ક્લોન તરીકે કામ કરી રહી હતી. આ એપ્સ પર યુઝર્સના ડેટાને જોખમ હોવાનો આરોપ છે. ભારતે ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહી ગલવાન ખીણમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી ઝડપ બાદ શરૂ કરી હતી. જો કે, હાલ આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ 275 જેટલી એવી ચીની એપ્સ છે જેમની નેશનલ સિક્યોરિટી વાયોલેશનને લઈને તપાસ કરવામાં આવી શકે છે. આ એપ્લિકેશનનું લિસ્ટ બની રહ્યું છે. જેના પર પ્રતિબંધ આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાઇનીઝ એપ્લિકેશન્સની નવી સૂચિ તૈયાર કરવામાં આવી રહી છે અને તેમાં કેટલાક ટોચના ગેમિંગ એપ્લિકેશનો શામેલ છે. શક્ય છે કે આગળની સૂચિ પછી ભારતમાં ઘણી લોકપ્રિય ચાઇનીઝ રમતો પર પણ પ્રતિબંધ લગાવી શકાય.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેને વિવિધ સ્રોતોથી અનેક ફરિયાદો મળી છે, જેમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપ્લિકેશનોના દુરૂપયોગ અંગેના અનેક અહેવાલો શામેલ છે. આ એપ્લિકેશન 'વપરાશકર્તાઓનો ડેટા ચોરી કરે છે' અને તેમને અનધિકૃત રીતે ભારતની બહાર આવેલા સર્વર્સ પર મોકલે છે.આ એપ્સ કથિત રીતે ચીન સાથે ડેટા શેર કરી રહી છે અને તેના કારણે સરકારી એજન્સીઓ તેમની સમીક્ષા કરી રહી છે. સરકારે જાહેર કરેલા આદેશ મુજબ સરકારે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની સંરક્ષણ, રાજ્યની સુરક્ષા અને જાહેર હુકમના હાની પહોંચાડનારા 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં આ નિયમ આધિન એપ બંધ કરાઈ હતી.

મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'આખરે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા પર આધારિત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સામે પ્રતિકૂળ તત્વો દ્વારા આ ડેટાનું સંકલન, તપાસ અને પ્રોફાઇલિંગ ચિંતાજનક છે. જેના માટે કડક પગલાની જરૂર છે. આવી એપ્લિકેશનો ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો છે, ભારત સરકારે મોબાઇલ અને નોન-મોબાઈલ ઇન્ટરનેટ સક્ષમ ઉપકરણોમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક એપ્લિકેશનોનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.