સંરક્ષણ મંત્રાલયે ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની મહત્તમ વયમર્યાદા 65 વર્ષ પૂર્ણ કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જો કે, CDSની ટર્મ જાહેર થવાની બાકી છે.
જો ત્રણ સેનાઓના પ્રમુખમાં કોઈ એકની નિમણૂંક કરવામાં આવે તો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની મહત્તમ વયમર્યાદા 65 વર્ષ કરવા માટે સેવાનિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવા સેના, નૌકાદળ અને ભારતીય વાયુસેનાના સેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે.
સુરક્ષા અંગે મંત્રીમંડળ સમિતિએ મંગળવારે ઐતિહાસિક નિર્ણય લઇને CDSની રચનાને મંજૂરી આપી હતી, જે ત્રણેય સેનાના સંબંધિત તમામ મુદ્દા માટે રક્ષા પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે.
નિયમો મુજબ, સૈન્ય મુખ્ય મહત્તમ 3 વર્ષ અથવા 62 વર્ષની વયમર્યાદા સુધી, જે પણ પહેલાં આવે, સેવા કરી શકે છે.
CDS પદ છોડ્યા બાદ કોઈ પણ સરકારી પદને ગ્રહણ કરવા પાત્ર નહીં રહે.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને ભારતના પ્રથણ CDS બનાવવાની સંભાવના છે અને મંગળવાર સુધી તેની જાહેરાત પણ થઇ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, CDSનું મુખ્ય કાર્ય સંસાધનોને સારા ઉપયોગ માટે સૈન્ય કમાનોનું પુનર્ગઠન કરવું, સાથે જ સંયુક્ત/થિએટર કમાનની રચનાના માધ્યમથી અભિયાનોને સંયુક્ત રીતે ચલાવવું રહેશે.
તેમણે કહ્યું કે, ત્રણ વર્ષની અંદર ત્રણેય સેનાઓના અભિયાનો, પરિવહન, પ્રશિક્ષણ, સહાયક સેવાઓ, સંચાર, સાર-સંભાળ અને સમારકામને સંયુક્ત કરવું CDSનું એક અન્ય મુખ્ય કાર્ય રહેશે.
સાઈબર અને અંતરિક્ષ સાથે જોડાયેલી ત્રણેય સેનાઓની એજન્સીઓ, સંગઠનો અને કમાન CDS હેઠળ આવશે અને તેઓ પરમાણુ આદેશ ઓથોરિટીના લશ્કરી સલાહકાર તરીકે પણ સેવા આપશે.
ચીફ ઓફ સ્ટાફ કમિટિના દંડને સોંપવા માટે આયોજીત કરવા માટેના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને શુક્રવારે રદ્દ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં 31 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થઇ રહેલા આર્મી ચીફ જનરલ બિપિન રાવતને આ દંડ નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહને સોંપવાનો હતો.
આર્મી, વાયુસેના અને નૌસેનાના પ્રમુખ ચીફ ઓફ સ્ટાફ કમિટિના સભ્ય હોય છે અને આમાંથી વરિષ્ઠ અધિકારીને COSCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
એવા સંકેત છે કે, આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો કારણ કે, મંગળવાર સુધી CDSની નિમણૂંક કરવાની સંભાવના છે. CDS, COSCના એક સ્થાયી અધ્યક્ષના રૂપે કાર્ય કરશે.