ETV Bharat / bharat

રાફેલ ડીલ મુદ્દે સરકારનો યુ-ટર્ન, કહ્યું- દસ્તાવેજ ચોરી નહીં, પણ લીક થયાં

નવી દિલ્હીઃ રાફેલ ડીલના ગોપનીય દસ્તાવેજો ચોરી થવાની વાત સુપ્રીમ કોર્ટમાં કહી દુનિયાભરમાં સનસનાટી ફેલાવ્યા બાદ હવે સરકારે યુ-ટર્ન લીધો છે. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, દસ્તાવેજ ચોરી નહીં, પણ લીક થયાં છે. કેન્દ્ર સરકારના એટર્ની જનરલ કેકે વેણુગોપાલે રાફેલ ડીલ સંબંધિત દસ્તાવેજોને લઈ કોર્ટમાં કહ્યું કે, દસ્તાવેજ ચોરી થયાં નથી, પરંતુ લીક થયા છે. આ ગેરકાયદેસર રીતે ફાઈલ લીક કરવાનો મામલો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 9, 2019, 11:27 AM IST

અગાઉ બુધવારે રાફેલ ડીલને લઈને એટર્ની જનરલ વેણુગોપાલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ દસ્તાવેજો ચોરી થયાની વાત કરી હતી. વેણુગોપાલે રાફેલ નિર્ણયની રિવ્યુ અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હા અને અરુણ શૌરીની અરજી જે દસ્તાવેજોનો હવાલો આપી રહી છે, તે ચોરી થયેલા દસ્તાવેજો પર આધારિત છે. કારણ કે, આ દસ્તાવેજોના આધાર પર અમુક સમાચારપત્રોએ અને ન્યૂઝ એજન્સીએ સમાચાર તરીકે ચલાવ્યા હતાં.

Narendra modi
ફાઈલ ફોટો

આવી મોટી સનસની માહિતી ફેલાયા બાદ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રંજન ગોગોઈએ પુછ્યું હતું કે, મિસ્ટર એટર્ની... આ લેખ મીડિયામાં ક્યારે છપાયો? જેના જવાબમાં વેણુગોપાલે કહ્યું હતું કે, માઈ લોર્ડ 8 ફેબ્રુઆરીએ, તો કોર્ટે ફરી સવાલ કર્યો હતો કે, ત્યારથી અત્યાર સુધી લગભગ એક મહિનાનો સમય વીતી ગયો છે. આ મામલે તમે શું કાર્યવાહી કરી? જેના સવાલ પર એટર્નીએ કહ્યું હતું કે, હાલ તો તપાસ ચાલી રહી છે.

જો કે ત્યાર બાદ મીડિયાથી લઈ રાજકારણ સુધી રાફેલ ડીલના દસ્તાવેજો ચોરી થયાં હોવાની ચર્ચા થવા લાગી હતી. જેને લઈ વિપક્ષે મોદી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતાં. વધુમાં રાહુલ ગાંધીએ આ મામલાની તપાસ કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સે સરકારને ઉધડી લીધી હતી, તો વિપક્ષના પ્રહાર પર વેણુગોપાલે કહ્યું કે, "વિપક્ષ જે આરોપ લગાવી રહી છે, તે સંપૂર્ણ રીતે ખોટું છે."

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.