ETV Bharat / bharat

નવા કૃષિ કાયદાઓ પર 18 મહિના માટે પ્રતિબંધ મુકવા માટે સરકાર તૈયાર - ડોઢ વર્ષ સુધી કાયદો રોકાયો

કૃષિ કાયદાને પૂર્ણ કરાવવા માટે 18 મહિના સુધી સ્થગિત કરવા માટે સરકાર તૈયાર છે. જો કે, આ મુદ્દા પર છેલ્લા નિર્ણય આગળની બેઠક બાદ લેવાશે કારણકે કિસાન યુનિયનોએ આ પ્રસ્તાવ પર પોતાનો નિર્ણય જણાવવા માટે સમય માંગ્યો છે.

new agricultural laws
new agricultural laws
author img

By

Published : Jan 21, 2021, 6:21 PM IST

  • કૃષિ કાયદાને 18 મહિના માટે સ્થગિત કરવામાં આવ્યો
  • ખેડૂતો અને સરકારના પ્રતિનિધિ મળીને સમસ્યાઓનો સમાધાન શોધશે
  • આંદોલનથી જોડાયેલ અમુક પાસાઓ પર વિચાર કરાશે

નવી દિલ્હી : નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધીઓ અને સરકાર વચ્ચે 10મી વાર વાતચીત થઇ હતી. કૃષિ આંદોલન પૂર્ણ કરાવવા કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાના અમલ પર 18 મહિના માટે સ્થગિત કરવા તૈયાર થઇ ગઇ છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતુ. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ખેડૂતની ઓળખ જગજીત સિંહ તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જગજીત સિંહ લુધિયાણાના દાખા ક્ષેત્રના રહેવાસી હતા.

કિસાન યુનિયનોએ માંગ્યો સમય

જોકે, આ મુદ્દા પર છેલ્લા નિર્ણય આગળની બેઠકની રાહ જોવી પડશે, કેમકે કિસાન યુનિયનો એ આ પ્રસ્તાવ પર પોતાનો નિર્ણય જણાવવા માટે સમય માંગ્યો છે.

કેન્દ્રીય કૃષિ કલ્યાણ પ્રધાને કહ્યું એક થી દોઢ વર્ષ સુધી કાયદો અમલ રોકવા તૈયાર

ખેડૂત યુનિયનોએ 10મા દિવસની વાટાઘાટો પછી કેન્દ્રીય કૃષિ કલ્યાણ પ્રધન નરેંદ્ર સિંહ તોમરે કહ્યું, 'સરકાર એક થી દોઢ વર્ષ સુધી આ કાયદાના અમલને રોકવા માટે તૈયાર છે. આ દરમિયીન વાટાઘાટો પછી ખેડૂતો અને સરકારના પ્રતિનિધિઓ મળીને સમસ્યાઓનો સમાધાન શોધી અને સમાધાન કરવા માટે આગળ વધારવામાં આવે.'

22 જાન્યુઆરીએ નિર્ણય સંભળાવશે

તેમણે કહ્યું કે, ખેડૂત યૂનિયનોના પ્રતિનિધિઓએ કહ્યું કે, 'તે સરકારના પ્રસ્તાવ પર 21 જાન્યુઆરીએ સંપૂર્ણપણએ ચર્ચા કરશે અને 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગે વિજ્ઞાન ભવનમાં થવા વાળી બેઠકમાં સરકારને પોતાનો નિર્ણય સંભળાવશે. આજ ની ચર્ચા સુખદ વાતાવરણમાં પૂર્ણ થશે. '

ખેડૂતોએ કાયદાને રદ કરવાની વાત પર જોર આપ્યું

સંયુક્ત ખેડૂત મોર્ચાએ બેઠક પછી એક નિવેદનમાં કહ્યું કે, સરકાર સાથેની બેઠકમાં મુખ્ય વાતચીત થઇ. સરકારે ખડૂતો સામે એક પ્રસ્તાવ રજૂ કર્યો કે એક વર્ષ કે વધુ સમય માટે ખેડૂત આંદોલનને થોભી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપવામાં આવશે. ખેડૂતોએ કાયદાને રદ કરવાની વાત પર જોર આપ્યું અને આગળની બેઠક સુધી વિચાર-વિમર્શ કરી નિર્ણય લેવીની વીત કરી. એમ.એસ.પીના મુદ્દા પર સરકારે કમીટી બેસાડવા કહ્યું પરંતુ ખેડૂતોએ તેનો અસ્વીકાર કરી દીધો.

આંદોલનથી જોડાયેલા અમુક પાસાઓ પર થશે વિચાર

સુપ્રીમ કોર્ટે ઘણા ઓછા સમય માટે નવા કૃષિ કાયદાના કાર્યને સ્થગિત કરી દીધો છે, પરંતુ કાયદા પર વિચાર કરી અને આંદોલનથી જોડાયેલ અમુક પાસાઓ પર વિચાર કરવા માટે થોડો વધારે સમય જરુરી રહેશે. આ માટે સરકાર એક દોડ વર્ષ સુધી આ કાયદા પર અમલ કરવા પર રોક લગાવવા તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.