દિલ્હીના કોઇ પણ વિસ્તારમાંથી બાળકોના ગૂમ થવાની ઘટનામાં કાનૂની સલાહકાર પોલીસ દ્વારા થતી કાર્યવાહી પર નજર રાખશે. જેથી પોલીસ કાર્યવાહી વધુ સારી અને ઝડપી બની શકે. સલાહકારની ઉપસ્થિતીમાં ત્વરીત કાર્યવાહી કરાશે. સાથે બાળકો અને મહિલાઓ સંબધિત ઘટનાની તપાસમાં કોઇ ઓછપ ના રહે તેનું પણ ધ્યાન રખવામાં આવશે. નિયુક્તિની પ્રક્રિયા માટે દિલ્હી સરકારના મુખ્ય સચિવ વિજય દેવે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં તેમણે કાનૂની સલાહકારની નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ કરી હતી.
મુખ્ય સચિવની બેઠકમાં ગૃહ પ્રધાન અને નાણાપ્રધાન તેમજ દિલ્હી સરકારના સ્થાયી સલાહકાર, ગૃહ વિભાગના વિશેષ સચિવ, કાયદા વિભાગના અધિક સચિવ પણ હાજર હતા. હવે ટૂંક સમયમાં જ નિયુક્તિ પ્રક્રિયા દિલ્હી સરકારના ગૃહ વિભાગમાં નકકી કરશે. તેમજ તેમના કામકાજ સંબંધિત બાબતો પર ચર્ચા થશે. નાણાં વિભાગમાં કાનૂની સલાહકારની નિયુક્તિ માટે પૂરતી નાણાકીય વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. ત્યારબાદ નિયુક્તિ પ્રક્રિયા નક્કી કરીને દિલ્હી સરકારની કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટમાંથી અનુમતિ મેળવીને નિયુક્તિ યોજના હાથ ધરવામાં આવશે.