ETV Bharat / bharat

NRCમાં કોઈની પાસે ભારતીય હોવાના પુરાવા માગવામાં નહીં આવે: સરકાર - government clarification

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના મુદ્દે દેશભરમાં હિંસક પ્રદર્શનો બાદ કેન્દ્ર સરકારે જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. સીએએ અને એનઆરસી પર ઉઠતા સવાલો જવાબ આપી સમાધાન કરવાનો એક પ્રયાસ કર્યો છે.

caa protest
caa protest
author img

By

Published : Dec 20, 2019, 4:52 PM IST

સરકારે કહ્યું છે કે, હાલમાં તો રાષ્ટ્રીય સ્તરે એનઆરસી જેવી કોઈ પ્રક્રિયા શરુ થઈ નથી. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, એનઆરસીમાં મુસ્લિમો પાસેથી અથવા તો કોઈની પાસેથી પણ ભારતીય હોવાના પુરાવા માગવામાં નહીં આવે. બસ ફક્ત કોઈ પણ ઓળખાણ પત્ર બતાવવાનું રહેશે. કેન્દ્ર સરકાર તરફથી આપેલા અમુક જવાબો અહીં આપ્યા છે, જે તમને એનઆરસીને જાણવા માટે વધુ સરળતા રહેશે.

પ્રશ્ન: શું એનઆરસી અંતર્ગત મુસ્લિમો પાસેથી ભારતીય હોવાના પુરાવા માગવામાં આવશે ?

જવાબ: સૌથી પહેલા આપણા માટે જાણવું જરુરી છે કે, રાષ્ટ્રીય સ્તર પર એનઆરસી જેવી કોઈ ઔપચારિક પહેલ શરુ કરવામાં આવી નથી. સરકારે ન તો કોઈ ઔપચારિક જાહેરાત કરી છે અને ન તો કોઈ નિયમ કે કાયદો ઘડ્યો છે. ભવિષ્યમાં જો આ લાગુ થશે તો, એવું સમજવું જરુરી નથી કે, તેની ભારતીયતાના પ્રમાણ કે પુરાવા માગવામાં આવશે.

એનઆરસીને તમે ફક્ત એક આધાર કાર્ડ અથવા તો કોઈ બીજા ઓળખાણ પત્રની સામાન્ય પ્રક્રિયાના ભાગ માફક જ સમજી શકો છો. નાગિરકતામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે ફક્ત કોઈ પણ ઓળખાણ પત્ર અથવા દસ્તાવેજ આપવા પડશે. જેવી રીતે તમે આધાર કાર્ડ અથવા તો મતદાર યાદીમાં આપો છો.

પ્રશ્ન: જો કોઈ વ્યક્તિ ભણેલો-ગણેલો નથી અને તેની પાસે સંબંધિત દસ્તાવેજો નથી તો શું થશે ?

જવાબ: આવા કેસમાં અધિકારી તે વ્યક્તિને પુરાવો આપવાની પરવાનગી આપશે. સાથે જ અન્ય પુરાવા અને કમ્યુનિટી વેરિફિકેશન( ગામ-શેરીના લોકોની સાક્ષી)ની પણ પરવાનગી આપશે. એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામા આવશે. કોઈ પણ ભારતીયને ગેરવ્યાજબી રીતે હેરાનગતિ થશે નહીં.

પ્રશ્ન: ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે, જેની પાસે ઘર નથી, ગરીબ છે અને ભણેલા-ગણેલા નથી, જેની પાસે ઓળખાણ નથી, એવા લોકોનું શું થશે ?

જવાબ: આવું વિચારી જરા પણ યોગ્ય નથી. આવા લોકો કોઈના કોઈ રીતે મત તો આપતા જ હશે અને તેમને સરકારની યોજનાનો લાભ પણ મળતો હશે. આ આધાર પર જ તેમની નાગરિકતા સાબિત થઈ જશે.

પ્રશ્ન: શું એનઆરસી કોઈ ટ્રાંસજેંડર, નાસ્તિક, આદિવાસી, દલિત, મહિલા અને ભૂમિહીન લોકોને બહાર કરશે, જેની પાસે દસ્તાવેજ નથી ?

જવાબ: નહીં, એનઆરસી જ્યારે પણ લાગુ થશે, ઉપર જણાવેલા કોઈ પણ વ્યક્તિને પ્રભાવિત કરવામાં આવશે.

પ્રશ્ન: જો એનઆરસી લાગુ થશે તો શું મારે 1971 પહેલાની વંશાવલી સાબિત કરવી પડશે ?

જવાબ: આવું નથી. 1971 પહેલાની વંશાવલી માટે તમારે કોઈ પણ પ્રકારના ઓળખાણ આપવાની જરુર નથી. આ ફક્ત આસામ માટે જ માન્ય હતું અને તે પણ આસામ કરાર અને સુપ્રીમ કોર્ટના આદેશ પર આધારિત હતું. દેશના બાકીના ભાગ માટે એનઆરસીની પ્રક્રિયા સમગ્ર પણે અલગ હશે.

પ્રશ્ન: જ્યારે પણ એનઆરસી લાગુ થશે, તો શું અમારે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે માતા-પિતાના જન્મનું વિવરણ આપવાનું રહેશે ?

જવાબ: તમારે જન્મના વિવરણ માટે જન્મ તારીખનો મહિનો, વર્ષ અને સ્થાન વિશેની જાણકારી આપાવની રહેશે. જો તમારી પાસે જન્મનું વિવરણ ઉપલબ્ધ નથી, તો તમારે તમારા માતા-પિતા વિશે આ જ જાણકારી આપવાની રહેશે. પણ કોઈ દસ્તાવેજ માતા-પિતાએ જ જમા કરાવવા તેવી કોઈ જોગવાઈ નથી. જન્મની તારીખ અને જન્મસ્થાન સંબંધિત કોઈ પણ દસ્તાવેજ જમા કરાવી નાગરિકતા સાબિત કરવાની રહેશે.

જો કે, હજુ તો આવા દસ્તાવેજો માટેનો નિર્ણય કરવાનો પણ બાકી છે. તેના માટે વોટર કાર્ડ, આધાર, લાઈસન્સ, વીમાના કાગળ, જમીન અથવા ઘરના કાગળ અથવા તો સરકારી અધિકારીઓ દ્વારા આપેલા કોઈ પણ દસ્તાવેજોને જોડી શકો તેવી સંભાવના છે. આ દસ્તાવેજોની યાદી લાંબી પણ થઈ શકે છે. જેથી કોઈ પણ ભારતીયને નાહકનું હેરાન થવું ન પડે.

પ્રશ્ન: શું નાગરિકતા કાયદો કોઈ પણ ભારતીય નાગરિકને પ્રભાવિત કરે છે ?

જવાબ: નાગરિકતા કાયદો 1955 અંતર્ગત નાગરિક સંશોધન કાયદો કોઈ પણ દેશના કોઈ પણ નાગરિકને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાથી રોકી શકતા નથી. બલૂચ, અહમદિયા, રોહિંગ્યા ગમે ત્યારે ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. શરત એટલી જ છે કે, નાગરિકતા અધિનિયમ 1955 સંબંધિત યોગ્યતા સાબિત કરે.

Intro:Body:

NRCમાં કોઈને પાસે ભારતીય હોવાના પુરાવા માગવામાં નહીં આવે: સરકાર

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના મુદ્દે દેશભરમાં હિંસક પ્રદર્શનો બાદ કેન્દ્ર સરકારે જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. સીએએ અને એનઆરસી પર ઉઠતા સવાલો જવાબ આપી સમાધાન કરવાનો એક પ્રયાસ કર્યો છે.

સરકારે કહ્યું છે કે, હાલમાં તો રાષ્ટ્રીય સ્તરે એનઆરસી જેવી કોઈ પ્રક્રિયા શરુ થઈ નથી. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, એનઆરસીમાં મુસ્લિમો પાસેથી અથવા તો કોઈની પાસેથી પણ ભારતીય હોવાના પુરાવા માગવામાં નહીં આવે. બસ ફક્ત કોઈ પણ ઓળખાણ પત્ર બતાવવાનું રહેશે. કેન્દ્ર સરકાર તરફથી આપેલા અમુક જવાબો અહીં આપ્યા છે, જે તમને એનઆરસીને જાણવા માટે વધુ સરળતા રહેશે.

પ્રશ્ન: શું એનઆરસી અંતર્ગત મુસ્લિમો પાસેથી ભારતીય હોવાના પુરાવા માગવામાં આવશે ? 

જવાબ: સૌથી પહેલા આપણા માટે જાણવા જરુરી છે કે, રાષ્ટ્રીય સ્તર પર એનઆરસી જેવી કોઈ ઔપચારિક પહેલ શરુ કરવામાં આવી નથી. સરકારે ન તો કોઈ ઔપચારિક જાહેરાત કરી છે અને ન તો કોઈ નિયમ કે કાયદો ઘડ્યો છે. ભવિષ્યમાં જો આ લાગુ થશે તો, એવું સમજવું જરુરી નથી કે, તેની ભારતીયતાના પ્રમાણ કે પુરાવા માગવામાં આવશે.

એનઆરસીને તમે ફક્ત એક આધાર કાર્ડ અથવા તો કોઈ બીજા ઓળખાણ પત્રની સામાન્ય પ્રક્રિયાના ભાગ માફક જ સમજી શકો છો. નાગિરકતામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે ફક્ત કોઈ પણ ઓળખાણ પત્ર અથવા દસ્તાવેજ આપવા પડશે. જેવી રીતે તમે આધાર કાર્ડ અથવા તો મતદાર યાદીમાં આપો છો.

પ્રશ્ન: જો કોઈ વ્યક્તિ ભણેલો-ગણેલો નથી અને તેની પાસે સંબંધિત દસ્તાવેજો નથી તો શું થશે ? 

જવાબ: આવા કેસમાં અધિકારી તે વ્યક્તિને પુરાવો આપવાની પરવાનગી આપશે. સાથે જ અન્ય પુરાવા અને કમ્યુનિટી વેરિફિકેશન( ગામ-શેરીના લોકોની સાક્ષી) ની પણ પરવાનગી આપશે. એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામા આવશે. કોઈ પણ ભારતીયને ગેરવ્યાજબી રીતે હેરાનગતિ થશે નહીં.

પ્રશ્ન: ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે, જેની પાસે ઘર નથી, ગરીબ છે અને ભણેલા-ગણેલા નથી, જેની પાસે ઓળખાણ નથી, એવા લોકોનું શું થશે ?

જવાબ: આવું વિચારી જરા પણ યોગ્ય નથી. આવા લોકો કોઈના કોઈ રીતે મત તો આપતા જ હશે અને તેમને સરકારની યોજનાનો લાભ પણ મળતો હશે. આ આધાર પર જ તેમની નાગરિકતા સાબિત થઈ જશે.

પ્રશ્ન: શું એનઆરસી કોઈ ટ્રાંસજેંડર, નાસ્તિક, આદિવાસી, દલિત, મહિલા અને ભૂમિહીન લોકોને બહાર કરશે, જેની પાસે દસ્તાવેજ નથી ? 

જવાબ: નહીં, એનઆરસી જ્યારે પણ લાગુ થશે, ઉપર જણાવેલા કોઈ પણ વ્યક્તિને પ્રભાવિત કરવામાં આવશે.

પ્રશ્ન: જો એનઆરસી લાગુ થશે તો શું મારે 1971 પહેલાની વંશાવલી સાબિત કરવી પડશે ? 

જવાબ: આવું નથી. 1971 પહેલાની વંશાવલી માટે તમારે કોઈ પણ પ્રકારના ઓળખાણ આપવાની જરુર નથી. આ ફક્ત આસામ માટે જ માન્ય હતું અને તે પણ આસામ કરાર અને સુપ્રીમ કોર્ટના આદેશ પર આધારિત હતું. દેશના બાકીના ભાગ માટે એનઆરસીની પ્રક્રિયા સમગ્ર પણે અલગ હશે.

પ્રશ્ન: જ્યારે પણ એનઆરસી લાગુ થશે, તો શું અમારે ભારતીય નાગરિકતા સાબિક કરવા માટે માતા-પિતાના જન્મનું વિવરણ આપવાનું રહેશે ? 

જવાબ: તમારે જન્મના વિવરણ માટે જન્મ તારીખનો મહિનો, વર્ષ અને સ્થાન વિશેની જાણકારી આપાવની રહેશે. જો તમારી પાસે જન્મનું વિવરણ ઉપલબ્ધ નથી, તો તમારે તમારા માતા-પિતા વિશે આ જ જાણકારી આપવાની રહેશે. પણ કોઈ દસ્તાવેજ માતા-પિતાએ જ જમા કરાવવા તેવી કોઈ જોગવાઈ નથી. જન્મની તારીખ અને જન્મસ્થાન સંબંધિત કોઈ પણ દસ્તાવેજ જમા કરાવી નાગરિકતા સાબિત કરવાની રહેશે.

જો કે, હજુ તો આવા દસ્તાવેજો માટેનો નિર્ણય કરવાનો પણ બાકી છે. તેના માટે વોટર કાર્ડ, આધાર, લાઈસન્સ, વીમાના કાગળ, જમીન અથવા ઘરના કાગળ અથવા તો સરકારી અધિકારીઓ દ્વારા આપેલા કોઈ પણ દસ્તાવેજોને જોડી શકો તેવી સંભાવના છે. આ દસ્તાવેજોની યાદી લાંબી પણ થઈ શકે છે. જેથી કોઈ પણ ભારતીયને નાહકનું હેરાન થવું ન પડે.

પ્રશ્ન: શું નાગરિકતા કાયદો કોઈ પણ ભારતીય નાગરિકને પ્રભાવિત કરે છે ? 

જવાબ: નાગરિકતા કાયદો 1955 અંતર્ગત નાગરિક સંશોધન કાયદો કોઈ પણ દેશના કોઈ પણ નાગરિકને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાથી રોકી શકતા નથી. બલૂચ, અહમદિયા, રોહિંગ્યા ગમે ત્યારે ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. શરત એટલી જ છે કે, નાગરિકતા અધિનિયમ 1955 સંબંધિત યોગ્યતા સાબિત કરે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.