આપને જણાવી દઈએ કે, લોન્ચિંગ વ્હિકલમાં તકનીકી ખામી સર્જાતા ઈસરોએ ચંદ્રમાં દક્ષિણી ધ્રુવ પર મોકલવામાં આવતું ચંદ્રયાન-2નું લોન્ચિંગ રોકી દીધું હતું. બાદમાં હવે બધું બરોબર થશે પછી તેની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવશે.
એક યુઝર્સે ટ્વીટર પર લખ્યું હતું કે, ખામીની સમયસર જાણ થતાં ખુશ છું, આ બધુ ધરતી પર ઠીક થઈ શકે. લોન્ચિંગ બાદ તે સંભવ નથી, આશા રાખીએ કે, ઠીક થયા બાદ જલ્દીથી લોન્ચિંગની તારીખ જણાવે.
તો અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે, દુર્ઘટનાથી પહેલા સુરક્ષા અને બચાવ જરૂરી છે.
કુલ 978 કરોડના ખર્ચે તૈયાર આ ચંદ્રયાન -2નો ઉદેશ્ય ભારતને ચંદ્રની ધરતી પર ઉતારવા તથા ચંદ્ર પર ચાલવા વાળા દેશોની હરોળમાં સામેલ કરાવાનો છે.