આ ટબની કિંમત ¥800 મિલિયન જણાવવામાં આવી રહી છે. વાત કરીએ તેની લંબાઈ-પહોળાઈની તો આ એટલું મોટું છે કે, તેમાં 2 લોકો આરામ કરી શકે. તેનો વ્યાસ 1.3 મીટર છે. કંપનીનું કહેવું છે કે, “આ સોનાનું બાથ ટબ દુનિયાના અન્ય બાથ ટબથી તદ્દન અલગ છે અને કિંમતી છે. સાથે જ અમે ઉમ્મીદ કરીએ છીએ કે, અમારા ગ્રાહક તેનો આનંદ લે અને પોતાનું નસીબ અજમાવે.”
આ ટબનું નિર્માણ ટોક્યોના એક સોનીએ કર્યું છે. તે દરમિયાન રિસોર્ટમાં બીજા નવીનીકરણના કામ શરૂ હતા. કંપનીએ જણાવ્યું કે, આ ટબ લોકો દ્વારા પ્રયોગ કરવામાં આવશે. સાથે જ કહ્યું કે, તેનો પ્રયોગ એકવારમાં 4 લોકો કરી શકશે અને પ્રતિ કલાક તેનો ઉપયોગ કરવાની કિંમત ¥5,400 છે.
જણાવી દઈએ કે, આ રિસોર્ટ ખારા અને ભુરા રંગના ગરમ પાણી માટે પ્રસિદ્ધ છે. સાથે જ આ રિસોર્ટમાં અલગ-અલગ પ્રકારના બાથ ટબની વ્યવસ્થા છે અને અહીં પ્રાઈવેટ બાથ પણ ઉપલબ્ધ છે.